Panchmahal : શિક્ષિત દંપતી સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયું, યુવતીને ખેતરમાં લઈ જઈ ભુવો કરવા લાગ્યો છેડતી ને પછી તો.....
શિક્ષિત દંપતીને લગ્ન થયાના વર્ષોના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તેઓએ આધુનિક મેડિકલ સુવિધા ના બદલે સંતાનની પ્રાપ્તિ માટે ભુવાનો સંપર્ક કર્યો હતો.
![Panchmahal : શિક્ષિત દંપતી સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયું, યુવતીને ખેતરમાં લઈ જઈ ભુવો કરવા લાગ્યો છેડતી ને પછી તો..... Rajgadh police arrested man after try to dushkarma on woman during Tantrik vidhi Panchmahal : શિક્ષિત દંપતી સંતાન પ્રાપ્તિ માટે ભુવા પાસે ગયું, યુવતીને ખેતરમાં લઈ જઈ ભુવો કરવા લાગ્યો છેડતી ને પછી તો.....](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/15105446/rape-tantrik-1464852834_835x547_2083828_835x547-m.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પંચમહાલઃ સંતાન પ્રાપ્તિની વિધિના નામે પરણીતા સાથે ભુવાએ શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઘોઘંબા તાલુકાના એક ગામનો આ બનાવ છે. શિક્ષિત દંપતીને લગ્ન થયાના વર્ષોના લાંબા સમય બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતાં તેઓએ આધુનિક મેડિકલ સુવિધા ના બદલે સંતાનની પ્રાપ્તિ માટે ભુવાનો સંપર્ક કર્યો હતો. ભુવો વિધિના બહાને પરણીતાને ખેતરમાં એકલા લઇ જઈ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો.
આ જ સમયે પતિ અને સસરા આવી જતા ભુવાનો ભાંડો ફૂટી ગયો હતો. પરિજન દ્વારા ઢોંગી ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. રાજગઢ પોલીસે ભુવા શનાભાઈ લલ્લુભાઈ રાઠવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટઃ શહેરમાં યુવતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ખૂદ તેના જ પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘંટેશ્વર કેમ્પ પાસે હત્યાનો બનાવ બન્યો છે. યુનિ. પોલીસે આરોપી પતિની તાત્કાલિક અટકાયત કરી હતી. રાજકોટના જામનગર રોડ પર આવેલા મનહરપુર-૧માં રહેતા યુવાને તેની પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. યુવકે જાતે જ સ્વીકાર્યું હતું કે, મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે.
યુનિ. પોલીસ મથકે મોડી રાતના યુવાન પહોંચ્યો હતો અને મેં મારી પત્નીને પતાવી દીધાની યુવાને જાતે જ કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પત્નીને છેલ્લા કેટલાક સમયથી પરપુરૂષ સાથે સબંધ હોવાની શંકાએ પતિએ મોડી રાત્રીના ઝઘડો કરી છરીના ઘા ઝિંકી ઢીમ ઢાળી દીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
જામનગર રોડ પર આવેલા મનહરપુર-૧માં રહેતો શૈલેષ ભુપતભાઈ પંચાસરા ઉ.વ.25 નામનો યુવાન મોડી રાત્રીના યુનિવર્સિટી પોલીસ મથકે ધસી આવી મારી પત્નીને પતાવી દીધી છે. તેવું પોલીસ સમક્ષ કબૂલાત કરતા પી.આઈ. ચાવડા, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મનહરપુર-1 માં રહેતી નેહાબેન શૈલેષભાઈ પરમાર ઉં.વ.21 નામની યુવતી તેના ઘેર હતી ત્યારે તેના પતિ શૈલેષે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હત્યા કરી પોલીસ સમક્ષ હાજર થતાં યુનિવર્સિટી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવીંગનું કામ કરતા શૈલેષ ભુપત પંચાસરાના લગ્ન ચાર વરસ પહેલા ઘંટેશ્વર 25 વારિયામાં રહેતી નેહા સાથે થયા હતા. સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. પોલીસની પૂછપરછમાં શૈલેષ પંચાસરાએ જણાવ્યું હતું કે તેની પત્ની નેહાને છેલ્લા કેટલાક સમયથી કોઈ પરપુરૂષ સાથે સબંધ હોય જે બાબતે અવાર-નવાર ઝઘડાઓ થતાં હોય આજે રાત્રિના ઝઘડો થતાં છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબૂલાત આપતા પોલીસે મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલે ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)