શોધખોળ કરો

વડોદરા સામૂહિક બળાત્કાર કેસઃ 'મારે કંઇક કહેવું હતું, પરંતુ બહેનપણી રૂમની લાઇટ-દરવાજો બંધ કરી સૂઈ ગઈ'

ભાનમાં આવી ચીસો પાડી તો એક જણાએ દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી. પગમાં મોચ આવી હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી જતાં તેનાથી મારા બંને હાથ બાંધી દીધા.

વડોદરાઃ વડોદરામાં યુવતી સાથે સામુહિક દુષ્કર્મના મામલે યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી હતી. યુવતીનું ડાયરીમાં હેડિંગ હતું, 'શોકીંગ ડે અગેઈન'. યુવતીએ ડાયરીમાં લખ્યું, મને માથામાં જોરથી વાગતાં બેભાન જેવી થઈ જતાં બે જણાં આંખો પર દુપટ્ટો બાંધી અંદર ખેંચી ગયા. 

યુવતીએ લખ્યું છે કે, ભાનમાં આવી ચીસો પાડી તો એક જણાએ દુપટ્ટાથી મારું ગળુ દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી. પગમાં મોચ આવી હોવાથી પાટો બાંધેલો હતો, જે પાટો ઝપાઝપીમાં ખુલી જતાં તેનાથી મારા બંને હાથ બાંધી દીધા. મારા બચાવ માટે બંને જણાને લાતો મારતી હતી, તે સમયે એક જણાએ મારા પગ પકડી રાખ્યા હતા. 

મારા કપડાં ફાડી નાખી દુઃખ થાય તેવું ખરાબ કૃત્ય કર્યું, થોડીવાર માટે પોતે મરી ગઈ હોય તેવો અહેસાસ થયો. ઘટના વિશે મારે કંઈક કેહવુ હતું, પરંતુ બહેનપણી રૂમની લાઈટો અને દરવાજો બંધ કરી સૂઈ ગઈ, હું આખી રાત જાગી.

 વેકસીન મેદાન માં યુવતી પર થયેલા સામુહિક બળાત્કારના મામલે મોટો ધડાકો થાય તેવી શક્યતા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ 2 શકમંદોની અટકાયત  કરી છે. ગઈ કાલે રાત્રે પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ પહોંચી મિટિંગ પણ કરી હતી. સમગ્ર રહસ્ય પરથી પડદો  ઉંચકાઈ શકે છે. યુવતીએ ગુજરાત ક્વિન ટ્રેનમાં વલસાડ ખાતે આત્મહત્યા કરી હતી.

મરોલી જવાનું કહીને નીકળેલી યુવતી સુરત કેમ ગઇ અને તેણે સુરત સ્ટેશન પર કોઇ શખ્સ સાથે વાત પણ કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. ત્યારે આ યુવક કોણ છે તે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. યુવતી 3 તારીખના રોજ તેની માતાને મરોલી જઈ રહી હોવાનું કહીને નીકળી હતી. ત્યાર બાદ મરોલી ગઈ કે કેમ, અને સુરતમાં શું કરતી હતી તે સવાલો સામે આવી રહ્યા છે.

સુરતના રેલવે સ્ટેશન પર યુવતી 10.03 વાગ્યાના સમયે દેખાય છે. જેમાં યુવતીના કાનમાં હેડફોન જેવું કંઈ હોવાનું તથા ખભા પર ગુલાબી કલરનો થેલો અને સ્પોર્ટસ પ્રકારના બૂટ સાથે દેખાતી યુવતીની ચાલ પણ સામાન્ય છે. પોલીસ ઓએસિસ સંસ્થા, પીડિતાના ઘર અને બનાવના સ્થળ વેક્સીન મેદાનની આસપાસમાં આવેલી તમામ નાની-મોટી લારીઓ, દુકાનોમાં જઇને પૂછપરછ કરી રહી છે. આ વિસ્તારના સીસીટીવી પણ ચેક કરાઈ રહ્યા છે. બીજી તરફ બસ ચાલકે એક કાકા કે જે જેણે પીડિતાને ઓળખતા હોવાનું જણાવ્યું હતું તે કોણ છે તેની તપાસ કરાતાં તે સિક્યોરિટી ગાર્ડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
Advertisement

વિડિઓઝ

Mehsana Accident : મહેસાણામાં કારની ટક્કરે એક્ટિવા પર જતાં 2 લોકોના મોત, ચાલક ફરાર
Surat Accident : સુરતમાં બેફામ કારે સાયકલને ટક્કર મારતા 2ના ઘટનાસ્થળે જ મોત, જુઓ અહેવાલ
Banaskantha Farmers Protest :  પાલનપુરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, જમીનનું પૂરતું વળતર આપવા માંગ
Morbi Accident : મોરબીમાં ભયંકર અકસ્માત , ચાર લોકો જીવતા ભૂંજાયા, 7 લોકોનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને ખેતીબેંકનો ટેકો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા,  ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
ઉત્તરકાશીમાં 'ઓપરેશન જિંદગી'ને મોટી સફળતા, ગુજરાતના 131 પ્રવાસીઓના કરાયા રેસ્ક્યુ, જાણો અપડેટસ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત,  4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Accident: મોરબીના માળિયા નજીક 2 ટ્રક અને કારનો ભયંકર અકસ્માત, 4 લોકો આગમાં ભૂંજાયા, 7 લોકોનું રેસ્ક્યુ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
Weather Updates: યુપી સહિત દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, જાણો વેધર અપડેટ્સ
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
NSA અજીત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, રશિયાના રાષ્ટ્રપતિએ આ મુદ્દાઓ પર કરી ચર્ચા 
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
રાહુલ ગાંધીએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને ચૂંટણી પંચ વિરુદ્ધ 'પુરાવા' બતાવ્યા, ડિનર પોલિટિક્સથી આ મુદ્દાઓ પર બની સહમતિ
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
વધારે કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે ખતરનાક, થઈ શકે છે આ 4 મોટા નુકસાન
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, આ ગેંગસ્ટરે લીધી જવાબદારી
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
ડૉનાલ્ડ ટ્રમ્પના ટેરિફ એક્શન વચ્ચે મોટા સમાચાર, આ મહિનાના અંતમાં પુતિન ભારત આવશે
Embed widget