Vaodara: રાહુલ ગાંધી નહી પરંતુ કોગ્રેસના આ દિગ્ગજ નેતાને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની ભરતસિંહ સોલંકીની માંગ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ કરવામાં આવી છે
વડોદરાઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ કરવામાં આવી છે. વડોદરામાં જાહેર કાર્યક્રમમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ માંગ કરી હતી. સોલંકીએ માંગ કરી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે અશોક ગેહલોત કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બને. લોકસભાની ચૂંટણી કોગ્રેસ ગેહલોતની આગેવાનીમાં લડે. સોલંકીએ કહ્યું કે ગેહલોત કોગ્રેસને જીતાડીને રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવે. નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાવાની છે.
Gujarat Election : કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જોડાયા ભાજપમાં, કહ્યું, કોંગ્રેસમાં અમે મુંજવણ અનુભવતા હતા
ગાંધીનગરઃ કોંગ્રેસના બે પૂર્વ નેતાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો છે. પૂર્વ ગૃહ રાજયમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર ભાજપમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે. નરેશ રાવલ અને રાજુ પરમારને સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા. રાજુ પરમારે કહ્યું કે, પહેલાની કોંગ્રેસ અને હાલની કોંગ્રેસ મા ઘણો ફેર છે. કોંગ્રેસમા સિનિયર નેતાઓની અવગણના થાય છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ નરેશ રાવલે પ્રેસ કોંફરન્સમાં અપશબ્દનો પ્રયોગ કર્યો હતો અને કહ્યું ભાજપે ઝંડા યાત્રા નીકાળી તો પાછળ પાછળ કોંગ્રેસે પણ જખ મારીને ઝંડા યાત્રા નિકાળવી. હું કોઈ માગણી વગર બિન શરતી રીતે જોડાયો છું. કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમા ગુજરાત પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન છે. કોંગ્રેસમાં અમે મુંજવણ અનુભવતા હતા.
2024ની લડાઈ શરૂ, વિશ્વગુરુના જવાબમાં દિલ્હીના સીએમ કેજરીવાલનું નવું સૂત્ર - મેક ઈન્ડિયા નંબર. 1
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ભારતને નંબર વન બનાવવા માટે 'મેક ઈન્ડિયા નંબર-1' અભિયાન શરૂ કર્યું. અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્રની મોદી સરકાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત કરતી રહી છે. સીએમ કેજરીવાલના મેક ઈન્ડિયા નંબર વન અભિયાનને મોદી સરકારના ભારતને વિશ્વગુરુ બનાવવાના અભિયાનના પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે. 2024માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે અને ભાજપ બે વખત પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. આગામી ચૂંટણીને હજુ સમય છે, પરંતુ તમામ પક્ષો ચૂંટણી માટે કમર કસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સીએમ કેજરીવાલના મેક ઈન્ડિયા નંબર વન અભિયાનને 2024ની ચૂંટણીની તૈયારીઓનો ભાગ માનવામાં આવી રહ્યો છે.