(Source: ECI/ABP News/ABP Majha)
Odisha Train Accident: શું છે ક્વચ સિસ્ટમ, જો એ હોત તો આ દુર્ઘટના ટળી શકી હોત
Kavach System:ક્વચ એક એવું સિસ્ટમ છે. જેને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે ઇનસ્ટોલ કરવામાં આવે છે.
Kavach System:ક્વચ એક એવું સિસ્ટમ છે. જેને દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે ઇનસ્ટોલ કરવામાં આવે છે.
ઓડિશાના બાલાસોરમાં સર્જાયેલ ભીષણ રેલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે તો 288 લોકોના મોત થયા છે. રેલ દુર્ઘટના બાદ ફરી એકવાર રેલવેની ટેકનિક અને સિસ્ટમ પર સવાલ ઉઠી રહ્યાં છે.
થોડા મહિના પહેલા જ રેલવે મંત્રાલયે કહ્યું હતું કે, તે એક એવી સિસ્ટમ લોન્ચ કરવા જઇ રહ્યું છે. જેનાથી અકસ્માત ટાળી શકાશે. આ સિસ્ટમને ક્વચ સિસ્ટમ કહેવાય છે. જેનું પુરુ નામ (Train Collision Avoidance System). કોલિજિન અવોઇન્સ સિસ્ટમ છે.
બાલાસોર દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો પોસ્ટ કરી રહ્યાં છે કે, જો ક્વચ સિસ્ટમ હોત તો આ દુર્ઘટના ન ઘટત.
આ સિસ્ટમ શું છે?
કવચ એ ભારતીય રેલ્વેની ઓટોમેટીક સેફ્ટી સીસ્ટમ છે, જેના દ્વારા રેલ્વે ટ્રેન અકસ્માતોને રોકવાનું આયોજન કરી રહી છે. વાસ્તવમાં, કવચ એ લોકોમોટિવમાં સ્થાપિત ઈલેક્ટ્રોનિક સાધનો અને રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશનની સિસ્ટમ છે, જે રેલવેની સિગ્નલ સિસ્ટમની સાથે ટ્રેક પર દોડતી ટ્રેનોની ગતિને નિયંત્રિત કરે છે. આના માધ્યમથી રેલ દુર્ઘટનાઓની તપાસ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. કોરોમંડલ ટ્રેન દુર્ઘટના અંગે રેલવે અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ ટ્રેનમાં કવચ સિસ્ટમ લગાવવામાં આવી ન હતી. એટલે કે જો આ ટ્રેનમાં આ સિસ્ટમ લગાવવામાં આવી હોત તો કદાચ આ અકસ્માત ન થયો હોત.
કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
કવચ એક એવી સિસ્ટમ છે. જે દરેક સ્ટેશન પર એક કિલોમીટરના અંતરે લગાવવામાં આવે છે, તેની સાથે ટ્રેન, ટ્રેક અને રેલવે સિગ્નલ સિસ્ટમમાં પણ લગાવવામાં આવે છે. આ સમગ્ર સિસ્ટમ અલ્ટ્રા હાઇ રેડિયો ફ્રીક્વન્સી દ્વારા એકબીજાના ઘટકો સાથે કમ્યુનિકેટ કરે છે.
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેને એવી રીતે સમજો કે જ્યારે કોઈ કારણસર લોકો પાઈલટ રેલવે સિગ્નલ કૂદી જાય છે, ત્યારે આ સિસ્ટમ સક્રિય થઈ જાય છે. એકવાર સક્રિય થયા પછી, કવચ સિસ્ટમ લોકો પાઇલટને ચેતવણી આપે છે અને પછી ટ્રેનની બ્રેકને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે. આ સાથે જો કવચ સિસ્ટમને ખબર પડે કે આ જ ટ્રેક પર બીજી ટ્રેન પણ આવી રહી છે તો તે બીજી ટ્રેનને એલર્ટ મોકલે છે અને બીજી ટ્રેન ચોક્કસ અંતરે આવીને પોતે જ થોભી જાય છે.