મહિલાનો ધડાકો, ટ્રમ્પે ફ્લાઈટમાં મારા સ્કર્ટ સાથે કરેલી ગંદી હરકત કરી હતી
લેખક જીન કેરોલ દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ બળાત્કાર અને બદનક્ષીના મુકદ્દમામાં જુબાની આપતી વખતે જેસિકા લીડ્સે કથિત હુમલાનું વર્ણન કર્યું હતું.
America Woman Testifies in US Court : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. જાતીય સતામણીનો મુદ્દો તેમના માટે માથાનો દુ:ખાવો બની ગયો છે. હવે વધુ એક મહિલાએ ન્યૂયોર્ક સિવિલ ટ્રાયલમાં જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે 1970 ના દાયકાના અંતમાં અમેરિકામાં ફ્લાઈટમાં તેની સાથે જાતીય શોષણ કર્યું હતું. લેખક જીન કેરોલ દ્વારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ બળાત્કાર અને બદનક્ષીના મુકદ્દમામાં જુબાની આપતી વખતે જેસિકા લીડ્સે કથિત હુમલાનું વર્ણન કર્યું હતું.
ટ્રમ્પે જાતીય હુમલાના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, આવા કોઈપણ દાવાઓ પર ક્યારેય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
જેસિકા લીડ્સે મેનહટનમાં ફેડરલ કોર્ટને જણાવ્યું હતું કે, ટ્રમ્પે 1978 અથવા 1979માં ન્યૂયોર્ક જતી ફ્લાઈટના બિઝનેસ ક્લાસ સેક્શનમાં તેના સ્કર્ટ ઉપર હાથ મૂક્યો હતો. જેસિકા લીડ્સે 2016ની ચૂંટણીના અઠવાડિયા પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની મુલાકાતમાં સૌપ્રથમ આ આરોપ લગાવ્યો હતો. વોટિંગ દરમિયાન કેટલીક મહિલાઓએ ટ્રમ્પ પર જાતીય ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. હિલેરી ક્લિન્ટન સાથે પ્રમુખપદની ચર્ચા દરમિયાન ટ્રમ્પે જાતીય હુમલાના આરોપોને નકારી કાઢ્યા પછી જેસિકા લીડ્સ આરોપ સાથે જાહેરમાં ગયા.
જ્યુરીને સમજાવવાના પ્રયાસમાં કેરોલના વકીલો દ્વારા લીડ્સને સાક્ષી આપવા માટે બોલાવવામાં આવ્યા હતા કે, ટ્રમ્પ જાતીય ગેરવર્તણૂકની પેટર્નમાં રોકાયેલા હતા. કેરોલ, 79,એ 1990 ના દાયકાના મધ્યમાં મેનહટનમાં લક્ઝરી બર્ગડોર્ફ ગુડમેન ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ચેન્જિંગ રૂમમાં ટ્રમ્પ પર જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે ટ્રમ્પ વારંવાર આવા આરોપોને નકારી રહ્યા છે.
કેરોલે ગયા વર્ષના અંતમાં તેણીનો મુકદ્દમો દાખલ કર્યો હતો. આ કેસ ટ્રમ્પ સામેના અનેક કાનૂની પડકારોમાંનો એક છે કારણ કે, તેઓ આવતા વર્ષની ચૂંટણીમાં વ્હાઇટ હાઉસમાં પાછા ફરવા માગે છે. ટ્રમ્પ પર 2016માં એક પોર્ન સ્ટારને ગુપ્ત રીતે પૈસા ચૂકવવાનો આરોપ પણ લાગ્યો હતો. જો કે ગયા મહિને તેને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો.
Donald Trump: પત્રકારે એવું તે શું પુછ્યું કે બરાબરના ભડકી ઉઠ્યા ડોનાલ્ડ ટ્રમ્પ!!!
Donald Trump US News: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિવાદ સાથે જુનો નાતો છે. ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે હતાં ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોઈને કોઈ વિવાદોમાં સપડાયેલા રહે છે. હવે એક પત્રકાર સાથે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ગેરવર્તણૂંકની ઘટના સામે આવી છે જેને દુનિયાભરમાં ચર્ચા જગાવી છે.
વાત એમ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લાઈટ દરમિયાન ઈન્ટરવ્યુમાં એક પત્રકાર પર એટલા ગુસ્સે થઈ ગયા હતાં કે, તેને પ્લેનમાંથી જ નીચે ઉતારી દીધો હતો. તે પત્રકારે ટ્રમ્પને ગુનાહિત તપાસ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ટ્રમ્પને આ સવાલ બદલ લાગી આવ્યું હતું અને તેમણે ત્યાં જ પત્રકારનો મોબાઈલ ફોન છીનવી લીધો.