શોધખોળ કરો

H-1B Visa: એચ-1B વિઝા ધારકો માટે કામના સમાચાર, વિઝા સ્ટેમ્પિંગને લઈ બાઇડેન તંત્ર લેશે મોટો નિર્ણય

H-1B Visa Update: એચ-1વિઝા ધારકોને અમેરિકન કંપનીઓ નોકરી ઓફર કરે અને તેની સમયમર્યાદા પૂરી થાય તે સમયગાળા સુધીમાં ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે.

H-1B Visa:  અમેરિકામાં રહેતા એચ-1બી વિઝા ધારકો માટે કામના સમાચાર છે. એચ-1બી વિઝાનું સ્ટેમ્પિંગ હવે અમેરિકામાં કરવામાં આવે એવી ભલામણ પ્રેસિડેન્ટ કમિશને કરી છે. ભલામણ પછી અમેરિકાના પ્રમુખ જો બાઈડન એને મંજૂરી આપી દેશે તો અસંખ્ય ભારતીયોને એચ-1બી વિઝા મેળવવામાં સરળતા થઈ જશે. અત્યાર સુધી સ્ટેમ્પિંગ જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં થાય છે.

ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે

અત્યારે વિઝા મેળવવા માટે જે તે દેશમાં આવેલી અમેરિકન એમ્બેસીમાં સ્ટેમ્પિંગ માટે અરજી કરવામાં આવે છે. તેના કારણે પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે. એચ-1વિઝા ધારકોને અમેરિકન કંપનીઓ નોકરી ઓફર કરે અને તેની સમયમર્યાદા પૂરી થાય તે સમયગાળા સુધીમાં ઘણા કિસ્સામાં સ્ટેમ્પિંગ થતું ન હોવાથી અમેરિકામાં જઈને નોકરી કરવાની તક ગુમાવવી પડે છે. અમેરિકામાં પહોંચ્યા પછી પણ ફરીથી સ્ટેમ્પિંગ કરાવવા જે તે દેશમાં આવેલી એમ્બેસીમાં જ પ્રયાસો કરવા પડે છે. તેના બદલે જો અમેરિકામાં જ સ્ટેમ્પિંગ થાય તો પ્રક્રિયા સરળ બને તેમ છે. પ્રેસિડેન્ટ કમિશન ઓન એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈસલેન્ડના સભ્યોએ પ્રમુખને સ્ટેમ્પિંગ અમેરિકામાં થાય તેવી વ્યવસ્થા માટે ભલામણ કરી છે.

બાઈડન પાસે આ ફાઈલ ફાઈનલ હસ્તાક્ષર માટે જશે

અમેરિકામાં સ્ટેમ્પિંગ થાય તેની ભલામણ કમિશનના સભ્ય એવા ભારતીય મૂળના અમેરિકન ભુટોરિયા જૈને આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે એચ-1બી વિઝાધારકોને રિન્યૂઅલ માટે કે દેશમાંથી અમેરિકા પાછા ફરતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમેરિકામાં સ્ટેમ્પિંગ થાય તો સ્વદેશની મુલાકાત બાદ અમેરિકા પાછા ફરવામાં પણ સરળતા રહે તેમ છે. પ્રેસિડેન્ટ કમિશનની ભલામણ પછી હવે અમેરિકાના પ્રમુખ જો બાઈડન પાસે આ ફાઈલ ફાઈનલ હસ્તાક્ષર માટે જશે. તો બાઈડન નવીનીકરણને મંજૂર કરશે તો સેંકડો ભારતીયો સહિત એશિયન નાગરિકોને અમેરિકામાં નોકરી કરવાનું અને સ્વદેશ આવીને અમેરિકા જવાનું સરળ બની જશે.

Mercedes-Benz એ ભારતમાં EQS 580 4Matic લોન્ચ કરી

Mercedes-Benz એ ભારતમાં EQS 580 4Matic લોન્ચ કરી છે જેની શરૂઆતી કિંમત રૂ. 1.5 કરોડ છે. આ ભારતમાં પ્રથમ સ્થાનિક રીતે એસેમ્બલ લક્ઝરી ઇલેક્ટ્રિક કાર પણ છે. પાવરની દ્રષ્ટિએ, EQS 580 107.8kWh બેટરી દ્વારા સંચાલિત ડ્યુઅલ મોટર્સથી 523PS અને 855Nm બનાવે છે. અધિકારીએ દાવો કર્યો હતો કે રેન્જ પણ પ્રભાવશાળી 857km ARAI પ્રમાણિત રેન્જ છે જ્યારે આ EQS 210km/hની ટોપ-સ્પીડ સાથે માત્ર 4.3 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ કરે છે. પાવર 385kW પર રેટ કરવામાં આવ્યો છે અને ટોર્ક 855Nm છે. Mercedes-Benz એ તાજેતરમાં Mercedes-AMG EQS 53 4Matic+ને CBU મોડલ તરીકે લૉન્ચ કર્યું છે જ્યારે EQS 580 ભારતમાં એસેમ્બલ કરવામાં આવ્યું છે જેથી તે દર્શાવે છે તે કિંમત ઓછી છે. આ પહેલીવાર છે જ્યારે ભારતમાં કોઈપણ ઈલેક્ટ્રિક લક્ઝરી કાર એસેમ્બલ કરવામાં આવી છે અને તે 'મેક ઈન ઈન્ડિયા' માટે પણ એક મોટું દબાણ છે. EQS 580 પુણેના ચાકણમાં મર્સિડીઝ-બેન્ઝ પ્લાન્ટમાં બનાવવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget