શોધખોળ કરો
Advertisement
યુવકે પત્નીના ક્રેડિટ કાર્ડથી ચૂકવ્યો ગર્લફ્રેન્ડનો ટ્રાફિક દંડ, કેવી રીતે પોલ ખૂલી જાણી ચોંકી જશો
હાલ પેમેન્ટ માટે મોટાભાગે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. દુબઇથી એક અનોખો મામલો સામે આવ્યો છે. જેમાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ભાંડો ફૂટ્યો. શું છે સમગ્ર ઘટના આવો જાણીએ...
આપણે મોટાભાગે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોઇએ છીએ. જો કે દુબઇમાં આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક પતિ માટે મોટી મુશ્કેલી સમાન બની ગયો. અહીં એક પતિએ ગર્લફ્રેન્ડની ટ્રાફિક ફાઇનને ભરવા માટે પત્નીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો. મહિલાના જ્યારે બેન્કથી આ લેણદેણની જાણકારી મળી તો તેમણે દુબઇ પોલીસને ફરિયાદ કરી. પોલીસને જ્યારે તપાસ શરૂ કરી તો પતિની પોલ ખુલી ગઇ,.
મહિલાએ કરી હતી કાર્ડ હેક થયાની ફરિયાદ
મહિલાએ પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે, તેમનું ક્રેડિટ કાર્ડ હેક થઇ ગયું છે. “કોઇએ ટ્રાફિક દંડની રકમ ચૂકવવા માટે મારા ક્રેડિટ કાર્ટનો ઉપયોગ કર્યો છે” ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમ બ્રાંચે તપાસ કરી તો. ચૌંકાવનારૂ સત્ય સામે આવ્યું. મહિલાના પતિએ જ તેમની ગર્લફ્રેન્ડના ટ્રાફિકનો દંડ ભરવા માટે પત્નીના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
બંને હતા અજાણ
સાઇબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના ડેપ્યૂટી ડાયરેક્ટર અબ્દુલ્લા અલ શેહીએ જણાવ્યું કે,”આ ખૂબ જ અનોખો કેસ હતો. પત્ની તેના પતિની ગર્લફ્રેન્ડથી અજાણ હતી. પત્ની ન હતી જાણતી કે પતિનો કોઇ એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ ચાલે છે. તો બીજી તરફ ગર્લફ્રેન્ડને એ જાણ ન હતી કે, તેનો પ્રેમી પરણિત છે. પત્નીને જ્યારે ક્રેડિટ કાર્ડના ઉપયોગની જાણ થઇ તો તેમણે કાર્ડને બ્લોક કરી દીધું અને પોલીસમાં ફરિયાદ કરી દીધી. તપાસ બાદ હકીકત સામે આવતા આ કેસ ચર્ચાનો વિષય બની ગયો છે”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement