શોધખોળ કરો

સોમનાથના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ-૨૦૨૫ યોજાશે, હેન્ડબોલ અને વોલીબોલની જામશે રમઝટ

૧૮ થી ૨૧ માર્ચ દરમિયાન સોમનાથમાં ખેલકૂદનો મહાકુંભ, વિજેતાઓને મળશે લાખોના ઇનામો, ૭ માર્ચ સુધી નોંધણી.

Beach Sports Festival 2025: ગુજરાતના ખેલાડીઓ માટે ખુશીના સમાચાર! રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી સોમનાથ ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ૨૦૨૫નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ ૧૮ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૫ દરમિયાન સોમનાથના રમણીય દરિયા કિનારે યોજાશે, જેમાં બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ જેવી રોમાંચક રમતોનો સમાવેશ થશે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ઓપન એજ ગ્રુપ માટે યોજાશે, જેમાં ભાઈઓ અને બહેનો બંને બીચ હેન્ડબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે. આ ફેસ્ટિવલમાં વિજેતા થનારી ટીમોને આકર્ષક રોકડ પુરસ્કારોથી નવાજવામાં આવશે. પ્રથમ ક્રમે આવનાર ટીમને રૂ. ૩ લાખ, દ્વિતીય ક્રમે આવનાર ટીમને રૂ. ૨ લાખ અને તૃતીય ક્રમે આવનાર ટીમને રૂ. ૧ લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

જે ખેલાડીઓ આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા ઈચ્છુક હોય તેઓને તારીખ ૦૭ માર્ચ ૨૦૨૫ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેનું ફોર્મ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ https://sportsauthority.gujarat.gov.in/ પર ઉપલબ્ધ છે. ખેલાડીઓએ આ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને તેને યોગ્ય રીતે ભરવાનું રહેશે અને ત્યારબાદ પોતાના જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે તારીખ ૦૫ માર્ચથી ૦૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન કચેરી સમય દરમિયાન જમા કરાવવાનું રહેશે.

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાની અને દરિયા કિનારાના સુંદર વાતાવરણમાં રમતોનો આનંદ માણવાની એક અનોખી તક છે. વધુ માહિતી માટે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર સંપર્ક કરી શકાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તમામ ખેલાડીઓને આ ફેસ્ટિવલમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ

પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'

Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ

હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેળવણીની ઉંચી ઉડાન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને રાત- દિવસના ઉજાગરા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણિયા અને ક્લબના જુગારમાં ફર્ક શું?
Ahmedabad News :  અમદાવાદના વટવામાં મહિલાના ઘરે 4 રાઉન્ડ ફાયરિંગ
Tiranga Yatra in Surat: તિરંગાના રંગમાં રંગાયું સુરત, સી.આર.પાટીલે તિરંગા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
'વોટ ચોરી' વિરુદ્ધ INDIA બ્લોકનું આજે શક્તિપ્રદર્શન, સંસદથી ચૂંટણી પંચની ઓફિસ સુધી માર્ચ કરશે 300 સાંસદ
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની ભારતને પરમાણુ યુદ્ધની ધમકી: 'જો અમે ડૂબીશું, તો અડધી દુનિયાને.....'
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
Air India લઈને આવી Freedom Sale, હવે ફક્ત 1279 રૂપિયામાં કરો હવાઈ સફર, જાણો તમામ ડિટેઈલ્સ
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
હવે ધોરણ 9માં વિદ્યાર્થીઓ પુસ્તક સાથે રાખીને પરીક્ષા આપી શકશે, CBSE એ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગતે
Earthquake: મોડી રાત્રે ભૂકંપથી ધરા ધ્રજી, લોકો બહાર દોડ્યાં, જાણો કેટલી હતી તીવ્રતા

જન્માષ્ટમીનો મેળો બગડશે? સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન, હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી

વરસાદનો રાઉન્ડ-ટુ શરૂ! આગામી 24 કલાકમાં 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર

હવે ગામડે-ગામડે યોગ ક્લાસ: ગુજરાત સરકારની નવી પહેલથી યોગ બોર્ડ દ્વારા થશે તાલીમ અને આયોજન, ટ્રેનરોને પગાર પણ મળશે

Embed widget