શોધખોળ કરો
આ કારણે બપ્પી દાના અંતિમ સંસ્કાર 17 ફેબ્રુઆરીએ થશે, દીકરી કાજોલના સહારે તનુજા પહોંચી લહેરીના નિવાસસ્થાને, જુઓ તસવીરો

કાજોલ, તનુજા,
1/7

બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર બપ્પી લાહિરીનું નિધન થતાં સર્વત્ર શોકની લહેર છવાઇ ગઇ છે. તેના જવાથી ફેન્સની સાથે સેલેબ્સ પણ આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે તેમના પરિવાર દ્વારા સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે કે, તેમના અંતિમ સંસ્કાર 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. , તેમના પુત્ર બપ્પા લાહિરી લોસ એન્જલસમાં રહે છે અને તેઓ ગુરુવારે સવાર સુધીમાં મુંબઈ પહોંચી શકશે. ત્યાર બાદ જ અંતિમ સંસ્કાર થશે. તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બપ્પી દાના જવાથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકનું મોજુ ફરી વળ્યું છે. સેલેબ્સ તેમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યાં છે.
2/7

કાજોલ તેની માતા તનુજા સાથે બપ્પી દાને શ્રદ્ધાંજલિ આપવા તેના ઘરે પહોંચી હતી. આ પ્રસંગે કાજોલે તેની માતાનો હાથ પકડ્યો હતો.ફોટામાં જોઈ શકાય છે કે બપ્પી દાના ગયા પછી તનુજા ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી અને દીકરી કાજોલનો હાથ પકડીને તે જતી જોવા મળી
3/7

અભિનેતા વિશ્વજીત ચેટર્જી બપ્પી દાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ફોટામાં જોઈ શકાય છે કે તેઓ એકદમ ઉદાસ દેખાઈ રહ્યા છે.
4/7

અલકા યાજ્ઞિક પણ બપ્પી લાહિરીના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચી હતી. આ દરમિયાન તેણે સફેદ સલવાર સૂટ પહેર્યો હતો. તે જ સમયે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને, તેણે માસ્ક પહેર્યું હતું
5/7

બપ્પી દાના મૃત્યુના સમાચાર સાંભળતા જ તેમના ઘરે સંબંધીઓ આવવા લાગ્યા છે. આ દરમિયાન તેમના સંબંધીઓ ખૂબ જ ઉદાસ દેખાતા હતા.
6/7

બપ્પી દાના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આટલું જ નહીં મીડિયાકર્મીઓ પણ ત્યાં હાજર છે. સેલેબ્સ પણ આવવા લાગ્યા છે.
7/7

બપ્પી દાને બે બાળકો છે. બપ્પા લહેરી અને એક દીકરી રેમા લાહિરી છે. બાપ્પા એક સંગીતકાર પણ છે અને તેણે ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
Published at : 16 Feb 2022 01:24 PM (IST)
View More
Advertisement