શોધખોળ કરો
Ganesh Chaturthi: એન્ટિલિયામાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, કરિના,માધુરી અને સલમાને પાડ્યો વટ
Ganesh Chaturthi At Antilia: દેશભરમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી પણ બાપ્પાને પોતાના ઘરે લાવ્યા હતા. આ દરમિયાન બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.

મુકેશ અંબાણીએ પોતાના ઘર એન્ટિલિયામાં ગણેશ ચતુર્થી પૂજાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કરીના કપૂર, સૈફ અલ ખાન, આમિર ખાન અને સલમાન ખાનથી લઈને કિયારા અડવાણી સુધીના દરેક લોકો બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા.
1/6

તમન્ના ભાટિયા ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા એન્ટિલિયા પહોંચી હતી. તેણે જાંબલી રંગનો લહેંગા પહેર્યો હતો. કપાળ પર બિંદી અને બન હેર સાથે અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
2/6

ઑફ-વ્હાઈટ પ્રિન્ટેડ સાડી પહેરીને માધુરી દીક્ષિત પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા પતિ નેને સાથે એન્ટિલિયા પહોંચી હતી.
3/6

આ દરમિયાન સલમાન ખાન એકદમ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. તે ઓફ-વ્હાઈટ પેન્ટ અને ચપ્પલ સાથે બ્રાઉન શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો.
4/6

રિતેશ દેશમુખ પણ પત્ની જેનેલિયા સાથે ફંક્શનમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન જેનેલિયા સિલ્કના લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
5/6

કરીના કપૂર અને સૈફ અલી ખાન ગણેશ ચતુર્થી પૂજા દરમિયાન લાલ રંગના કપડામાં જોવા મળ્યા હતા. લાલ હેવી દુપટ્ટા સાથે મેચિંગ સૂટ પહેરીને બેબો ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો લાલ કુર્તા સાથે ધોતી પહેરીને સૈફ પણ ટ્રેડિશનલ લુકમાં વટ પાડી રહ્યો હતો.
6/6

સ્ટાર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ગણપતિના દર્શન કરવા એન્ટિલિયા પહોંચ્યા હતા. આ દરમિયાન કિયારા ઓફ-વ્હાઈટ અનારકલી સૂટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને સિદ્ધાર્થ પણ ઓરેન્જ કલરનો શોર્ટ કુર્તો પહેરીને ડેશિંગ લાગી રહ્યો હતો.
Published at : 08 Sep 2024 12:10 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દુનિયા
દેશ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
