શોધખોળ કરો
મર્ડરની ધમકી વચ્ચે મુંબઈથી રવાના થયો સલમાન ખાન, પ્રાઈવેટ એરપોર્ટ પર દેખાયો સલમાન, જુઓ ફોટો

સલમાન ખાન
1/6

સિદ્ધુ મસેવાલાની હત્યાના થોડા દિવસો બાદ સમલાન ખાનને જાનથી મારવાની ધમકી આપવામાં આવી છે. સલમાન ખાનના નામે એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં તેને અને તેના પિતા સલીમ ખાન બંનેને મારવાની ધમકી આપવામાં આવી છે.
2/6

સલમાનને ધમકીઓ મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ મુંબઈ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. આ દરમિયાન સલમાન એક ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો.
3/6

સલમાનની મુંબઈથી રવાના થતી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે કડક સુરક્ષામાં જોવા મળી રહ્યો છે. તેમની નજીક કેટલાક પોલીસકર્મીઓ પણ જોવા મળે છે.
4/6

ઈ ટાઈમ્સના સમાચાર અનુસાર, સલમાન અને તેની ટીમ આગામી ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ના શૂટિંગ માટે જવાના હતા. એવું માનવામાં આવે છે કે ભાઈજાન આ ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ જવા રવાના થઈ ગયા છે.
5/6

મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેએ આ અંગે જણાવ્યું કે, આ કેસને ઘણી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે સલમાન ખાનને મળેલા પત્ર અને આ સમગ્ર મામલે ખુબ જ ગંભીરતા પૂર્વક તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ કેસમાં હાલ કોઈની અટકાત નથી કરવામાં આવી જો કે આગળ જરુર પડશે તો સલમાન ખાનની સુરક્ષા હજુ વધારવામાં આવશે.
6/6

રવિવારે સવારે ચાલવા નિકળેલા સલીમ ખાન બાન્દ્રા બસસ્ટેન્ડની બેન્ચ પર બેઠા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમને એક પત્ર આપ્યો હતો. આ પત્રમાં તેમને અને તેમના પુત્ર સલમાન ખાનને જીવથી મારવાની ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો.
Published at : 06 Jun 2022 08:45 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
