શોધખોળ કરો
Photos : ગુસ્સાથી લાલઘુમ રવીના ટંડન કરી ચુકી છે આવા કારનામા
Raveena Tandon Kissa: અભિનેત્રી રવીના ટંડન તેના ગુસ્સાવાળા સ્વભાવની સાથે તેના અભિનય અને સુંદરતા માટે પણ જાણીતી છે. આજે અમે તમને જીવનની એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમે પહેલા ભાગ્યે જ સાંભળી હશે.

Raveena Tandon
1/6

રવિના ટંડને તેની ત્રણ દાયકાની કારકિર્દીમાં હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. પરંતુ આ દરમિયાન ઘણી એવી ઘટનાઓ પણ બની જ્યારે દરેકને સેટ પર અભિનેત્રીનો ગુસ્સો જોવા મળ્યો.
2/6

એકવાર અભિનેત્રી ફિલ્મ 'મોહરા'ના બ્લોકબસ્ટર ગીત 'ટિપ-ટિપ બરસા પાની'નું શૂટિંગ કરી રહી હતી. તેથી તેણે તેના સેટ પરથી એક બાળકને બહાર કાઢી મુક્યો હતો.
3/6

તે બાળક વારંવાર રવિનાને જોઈ રહ્યો હતો. જેના કારણે રવિના શૂટિંગ દરમિયાન પરેશાન થઈ રહી હતી. જાણીને નવાઈ લાગશે કે, હવે તે બાળક ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર બની ગયો છે, જેનું નામ રણવીર સિંહ છે.
4/6

આ સિવાય રવિનાએ એકવાર ગુસ્સામાં તેની ભાભી પર જ્યુસ ફેંકી દીધો હતો. રવિનાએ અનિલ થડાની સાથે લગ્ન કર્યા છે. જેમણે પહેલા નતાશા સિપ્પી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ નતાશા સાથે છૂટાછેડા લીધા બાદ અનિલે રવિના સાથે લગ્ન કર્યા.
5/6

જ્યારે રવિના અનિલ સાથેના લગ્ન પછી એક પાર્ટીમાં નતાશાને મળી હતી. જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. રવિનાને લાગ્યું કે, નતાશા વારંવાર અનિલ પાસે આવવાનો પ્રયાસ કરી રહી છે. માટે તેણે નતાશા પર જ્યુસ ફેંક્યો. આ વાતનો ખુલાસો નતાશાએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.
6/6

જાહેર છે કે રવિનાએ પોતાનું કરિયર ફિલ્મ 'પત્થર કે ફૂલ'થી કર્યું હતું. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ક્યારેય પાછળ વળીને જોયું નથી. એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીમાં હજુ પણ ઘણી એક્ટિવ છે.
Published at : 24 Jul 2023 08:47 PM (IST)
View More
Advertisement