શોધખોળ કરો
કોરોનાના કારણે સાઉથ ફિલ્મની આ યુવા અભિનેત્રીનુ નિધન, છેલ્લા 10 વર્ષથી બ્રેઇન ટ્યૂમરથી હતી પીડિત

Saranya_Sasi_
1/7

નવી દિલ્હીઃ લોકપ્રિયા મલયાલમ ફિલ્મ અને ટેલિવિઝન અભિેનત્રી સરન્યા શશીનુ સોમવારે તિરુવનંતપુરમની એક ખાનગી હૉસ્પીટલમાં નિધન થઇ ગયુ છે.
2/7

કહેવાઇ રહ્યું છે કે કોરોના સંક્રમણના કારણે એક્ટ્રેસની હાલત ગંભીર થઇ ગઇ હતી. કોરોનાના કારણે તેને બીજી કેટલીય પ્રકારની બિમારીઓ લાગુ પડી હતી. તે 35 વર્ષની યુવા અભિનેત્રી હતી. કહેવાય છે કે તે છેલ્લા 10 વર્ષથી બ્રેઇન ટ્યૂમર સામે ઝઝૂમી રહી હતી, આની કેટલીય વાર સર્જરી પણ કરાવી હતી.
3/7

કહેવાઇ રહ્યું છે કે સરન્યા શશી મે મહિનામાં કોરોનાથી સંક્રમિત થઇ હતી. ત્યારબાદ તેને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી,
4/7

જોકે થોડાક અઠવાડિયા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ નિમૉનિયા અને શ્વાસ લેવાની તકલીફ તથા બીજી કેટલીક સમસ્યાના કારણે તેને હૉસ્પીટલમાં જ રહેવુ પડ્યુ હતુ. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તેની હાલત એકદમ ગંભીર થઇ ગઇ હતી.
5/7

સરન્યા શશીને વર્ષ 2012માં બ્રેઇન ટ્યૂમરની ખબર પડી, જોકે આ સ્થિતિએ તેની કેરિયરની સમાપ્ત કરી નાંખી, પરંતુ તેને પોતાની માનસિક શક્તિને વધારતા કેન્સરથી બચેલા લોકો માટે એક રૉલ મૉડલ તરીકે કામ કર્યુ.
6/7

વળી લૉકડાઉન દરમિયાન તેને એક YouTube ચેનલ શરૂ કરી હતી. સરન્યા શશી જ્યારે નાણાંકીય સંકટ સામે ઝઝૂમી રહી હતી તો તેના દોસ્તોએ પૈસા એકઠા કરીને તેનો ઇલાજ કરાવવામાં મદદ કરી હતી.
7/7

સરન્યા શશી કેરાલાના કન્નૂર જિલ્લાની રહેવાસી હતી, તેને કેટલીય મલયાલમી ફિલ્મોમાં કામ પણ કર્યુ હતુ, જેમાં છોટા મુંબઇ, થલપ્પાવુ, બૉમ્બે 12 માર્ચ ઔર કૂટુકરી, અવકાશિકલ, હરિચંદનમ, મલખમાર અને રહસ્યમય જેવી ટીવી સીરિયલો સામેલ છે. કેરાલાના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને એક ફેસબુક પૉસ્ટમાં સરન્યા શશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Published at : 10 Aug 2021 10:00 AM (IST)
આગળ જુઓ
Advertisement