શોધખોળ કરો
International Kite Festivalની અમદાવાદમાં શરૂઆત, સીએમ પટેલે ચગાવ્યો 'રામ'નો પતંગ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાવી રહ્યાં છે પતંગ, જુઓ તસવીરો
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ, 55 દેશના 153 પતંગબાઝો ઉડાડશે પતંગ
તસવીર એબીપી અસ્મિતા
1/8

International Kite Festival: ગુજરાતમાં ઉતરાયણનું ખુબ જ મહત્વ છે, આગામી 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિનો તહેવાર છે, પરંતુ આ પહેલા ગુજરાત સરકાર પતંગમહોત્સવને આજે ખુલ્લુ મુક્યુ છે. આજથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શુભારંભ થયો છે.
2/8

આજથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 7 થી 12 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યુ છે, જેમાં 55 દેશના 153 પતંગબાજો ઉડાડવા અમદાવાદમાં આવ્યા છે.
3/8

રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે હાજર રહ્યાં હતા.
4/8

આ પ્રસંગે, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવાલના શુભારંભ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'રામ'ની થીમ વાળો રામનો પતંગ ઉડાવ્યો હતો.
5/8

આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવાલનો શુભારંભ થઇ રહ્યો છે. આજથી એટલે કે 7 થી 12 જાન્યુવારી સુધી અમદાવાદ ખાતે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થઇ રહી છે.
6/8

રાજ્યના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત પ્રવાસન વિભાગના મંત્રી મુળુ બેરા પણ પ્રસંગે હાજર રહેશે. ગુજરાત સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા કરવામાં આ ખાસ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
7/8

અમદાવાદના વલ્લભ સેવા સદન રિવરફ્રન્ટ ખાતે આજથી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાશે. આમાં 55 દેશના 153 પતંગબાઝો આવશે અને પતંગ ઉડાવવાની મજા માણી રહ્યાં છે.
8/8

આ ઉપરાંત ગુજરાત બહારના 12 રાજ્યોના 68 પતંગબાઝો પણ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઇ રહ્યાં છે. ગુજરાત રાજ્યના 23 શહેરોના 865 પતંગબાઝો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઇ રહ્યાં છે.
Published at : 07 Jan 2024 12:07 PM (IST)
આગળ જુઓ




















