શોધખોળ કરો
Fixed Deposit: 6 બેન્કો એફડી પર આપી રહી છે 9 ટકાથી વધુનું રિટર્ન, જાણો ક્યાં રોકણ બેસ્ટ
જો તમે ફિક્સ્ડ ડિપૉઝિટ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યાં છો, તો માર્કેટમાં 6 બેન્કો એવી છે, જે તમને 9 ટકાથી સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
ફાઇલ તસવીર
1/7

Fixed Deposit: આજકાલો લોકોની વચ્ચે રોકાણ કરવાને લઇને વધુ ઉત્સુકતા સેવાઇ રહી છે, જો તમે ફિક્સ્ડ ડિપૉઝિટ સ્કીમમાં પૈસા રોકવાનું વિચારી રહ્યાં છો, તો માર્કેટમાં 6 બેન્કો એવી છે, જે તમને 9 ટકાથી સૌથી વધુ વ્યાજ આપી રહી છે. જાણો ક્યાં તમે કરી શકો છો રોકાણ....
2/7

યૂનિટી સ્મૉલ ફાઇનાન્સ બેન્ક સામાન્ય લોકોને 9 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વળી, વરિષ્ઠ નાગરિકો માટે 9.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 1001 દિવસની મુદત પર મહત્તમ 9.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વળી, 181-201 દિવસના કાર્યકાળ માટે 9.25 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
3/7

ફિનકેર સ્મૉલ ફાઇનાન્સ બેન્ક ફિક્સ્ડ ડિપૉઝિટ પર સૌથી વધુ 9.11 ટકા વ્યાજ ચૂકવે છે. સામાન્ય લોકો માટે આ બેન્ક 3 થી 8.51 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. વળી, વરિષ્ઠ નાગરિકો માટે 3.60 થી 9.11 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
4/7

જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 4.25 ટકાથી 9 ટકા સુધીનું વ્યાજ આપે છે. સૌથી વધુ 9 ટકા વ્યાજ 366-499 દિવસ, 501 દિવસથી 2 વર્ષ અને 500 દિવસ પર આપવામાં આવી રહ્યું છે.
5/7

સૂર્યોદય સ્મૉલ ફાઇનાન્સ બેન્ક ફિક્સ્ડ ડિપૉઝિટ પર સૌથી વધુ 9.60 ટકા વ્યાજ ચૂકવે છે. વરિષ્ઠ નાગરિકો માટે 4.50 ટકાથી 9.60 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.
6/7

Equitas Small Finance Bank વરિષ્ઠ નાગરિકો માટે સૌથી વધુ 9 ટકા વ્યાજ ઓફર કરે છે. આ વ્યાજ 888 દિવસના કાર્યકાળ પર આપવામાં આવી રહ્યું છે.
7/7

ESAF સ્મૉલ ફાઇનાન્સ બેન્ક વરિષ્ઠ નાગરિકોને 2 વર્ષથી 3 વર્ષ સુધીના કાર્યકાળ માટે 9 ટકા અને સામાન્ય લોકોને 8.50 ટકા વ્યાજ ઓફર કરે છે.
Published at : 01 Jun 2023 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેલીવિઝન
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
