શોધખોળ કરો
Aravalli Rain: અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Aravalli Rain: અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
અરવલ્લી જિલ્લામાં વરસાદ
1/6

અરવલ્લી : હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/6

દ્વારકાપુરી સોસાયટી આગળ પાણી ભરાયા છે. ચાર રસ્તાથી મેઘરજ ચોકડી માર્ગ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા સ્થાનિક તેમજ વાહન ચાલકો પરેશાન થયા છે.
3/6

મોડાસા અને મેઘરજ તાલુકામાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. મોડાસાના સાકરીયા,આનંદપુરા કમ્પા, ગોરીટીંબામાં વરસાદ વરસી રહ્યો છે. મોડાસા માર્કેટયાર્ડમાં પણ પાણી ભરાઈ ગયા છે. મોડાસા ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે.
4/6

મેઘરજના આંબાવાડીમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. મેઘરજના પહડિયા,બેડજ કંભરોડામાં વરસાદ વરસી રહ્યો છે. રામગઢી બાઠીવાડામાં પણ વરસાદ વરસ્યો છે.
5/6

ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં સવારથી જ વાદયછાયું વાતાવરણ હતું. બપોર બાદ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે.
6/6

હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Published at : 21 Jun 2025 02:35 PM (IST)
આગળ જુઓ




















