પોરબંદર: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના પગલે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે. ત્યારે પોરબદર (Porbandar)ના જ્યૂબેલી પુલ નજીક NDRFના જવાનોને લઈ જઈ રહેલી બસમાં આગ લાગી હતી. જો કે, બસમાં સવાર તમામ જવાનનો બચાવ થયો હતો.
2/5
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેટની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
3/5
એસટી વિભાગની બસ એનડીઆરએફ ને આપવામા આવી હતી. જેમાં સવાર થઈને એનડીઆરએફના જઈ રહ્યાં હતા.
4/5
પ્રાથમિક માહિતી અનુસાર શોટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હતી.
5/5
વાવાઝોડાના ખતરાના પગલે રાજ્યમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે. 17 તારીખે તૌકતે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી રહી છે.