શોધખોળ કરો
Rain Alert: ગુજરાતના 29 જિલ્લામાં આગામી 3 કલાકમાં વરસાદ ભુક્કા બોલાવશે; કચ્છ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ'
Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના જિલ્લાઓ માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું.
Gujarat Weather Forecast: ગુજરાતમાં મેઘમહેર યથાવત છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક એટલે કે સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.
1/5

આ આગાહી મુજબ, કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા હોવાથી 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
2/5

વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ: હવામાન વિભાગે અન્ય ઘણા જિલ્લાઓ માટે પણ ભારે વરસાદને લઈને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, રાજકોટ, જામનગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લીનો સમાવેશ થાય છે.
Published at : 06 Jul 2025 05:43 PM (IST)
આગળ જુઓ





















