શોધખોળ કરો
Assam Flood: આસામમાં પૂરથી પ્રભાવિત હજારો લોકોને બચાવવામાં આવી રહ્યા છે, જુઓ Pics

આસામના પૂર (તસવીરઃ પીટીઆઈ)
1/6

દેશના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેના કારણે આસામના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
2/6

આ દરમિયાન ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સિલચરના શહેરી અને ગ્રામીણ ભાગો સહિત કચર જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી કરતી જોવા મળી હતી.
3/6

સત્તાવાર માહિતી અનુસાર, આસામના સિલચર શહેર અને કચર જિલ્લાના વિવિધ ભાગોમાંથી ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો સહિત 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
4/6

આસામના કચર જિલ્લામાં ભૂતકાળમાં અવિરત વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના જોવા મળી હતી. જેમાં બે લોકો દટાઈ જવાના કારણે મૃત્યુ પામ્યા હતા.
5/6

જણાવવામાં આવી રહ્યું છે કે કામરૂપ ગ્રામીણના પાલેપરા ગામમાં પૂરના કારણે 40 વર્ષીય કેન્સરનો દર્દી ત્રણ દિવસથી ફસાયેલો હતો. જેને ભારતીય સેનાએ બચાવીને સારવાર માટે ગુવાહાટીની હોસ્પિટલમાં મોકલી આપી હતી.
6/6

જણાવી દઈએ કે, અવિરત વરસાદને કારણે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
Published at : 22 Jun 2022 06:29 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દુનિયા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
