Kumar Kanani: સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર
સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન પર કર્યા આકરા પ્રહાર. કુમાર કાનાણીએ કહ્યું કે અધિકારીઓમાં કામ કરવાની ઇચ્છાશક્તિ જ નથી. ચોમાસામાં રસ્તાઓ બિસ્માર બન્યા છે. ઠેર ઠેર ખાડારાજ છે. નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે ધારાસભ્યએ મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત પણ કરી હતી. પ્રશાસને ગંભીરતાથી આ જવાબદારી સ્વીકારવી જોઈએ તેવી કુમાર કાનાણીએ કરી ટકોર..
સુરત જિલ્લાના કામરેજમાં તાપી નદી પરનો પુલ પણ આશરે દોઢ વર્ષથી ક્ષતિગ્રસ્ત છે.. અનેક વખત લોકોએ રજૂઆત કરવા છતા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પ્રશાસન તરફથી ફક્ત લોખંડની પ્લેટ મુકીને કામચલાઉ કામગીરી કરાય છે.. બ્રિજ પર પ્લેટના કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.. ત્યારે આજે કામરેજના ધારાસભ્ય પ્રફુલ પાનસેરીયાએ સ્થળ મુલાકાત કરી હતી.. આ તરફ સુરત શહેરમાં ચોમાસામાં થયેલા બિસ્માર માર્ગોને લઈને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ પ્રશાસન સામે ઠાલવ્યો રોષ.. અધિકારીઓમાં કામ કરવાની ઈચ્છાશક્તિ ન હોવાનો આરોપ લગાવીને ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે ખાડા, બિસ્માર રસ્તાઓથી ન માત્ર શહેરીજનો જ, પણ ધારાસભ્યો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. શહેરમાં આ ખાડા માટે પ્રશાસનના અધિકારીઓ જ જવાબદાર છે.. સુરત શહેરને ખાડામાંથી મુક્ત કરવાની જરૂર છે.. સર્વે, અભ્યાસ કરી ખાડાની હાલાકી ફરી ન સર્જાય તે માટેના પ્રયાસો થવા જોઈએ..




















