શોધખોળ કરો
Rajkot: છેલાજી રે, મારી હાટું પાટણથી નહીં હવે રાજકોટથી પટોળા લાવજો,જાણો મોદી સરકારે વણકર ભાઈઓ માટે શું લીધો મોટો નિર્ણય
One District One Product: અત્યાર સુધી સાંભળ્યું હતું કે છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, પણ સમય અને સંજોગો અનુસાર પરિસ્થિતિ બદલાઈ છે.

સિંગલ ઈકત વણાટનો ઓ.ડી.ઓ.પી.માં સમાવેશ કરવામાં આવ્યો
1/8

One District One Product: અત્યાર સુધી સાંભળ્યું હતું કે છેલાજી રે, મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો, પણ સમય અને સંજોગો અનુસાર પરિસ્થિતિ બદલાઈ છે.
2/8

રાજકોટના પટોડા સોંઘા (સસ્તા) ટકાઉ, ફેન્સી તથા ફેમસ બન્યા છે. રાજકોટના “સિંગલ ઈકત વણાટ” નો સમાવેશ કેન્દ્ર સરકારની “વન ડિસ્ટ્રીક્ટ-વન પ્રોડક્ટ” યોજના અંતર્ગત કરવામાં આવ્યો છે.
3/8

રાજકોટના “સિંગલ ઈકત પટોળા” ને કેન્દ્ર સરકાર દ્વારા જી.આઈ.ટેગ પ્રાપ્ત થયો છે.
4/8

આ વર્ષ ૭ ઓગસ્ટ હેન્ડલુમ દિવસની ઉજવણી સમયે કેન્દ્ર સરકારની આ પહેલને રાજ્ય સરકારે વધાવી રાજયના હસ્તકલા-હાથશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા વિશેષ આયોજન હાથ ધર્યું અને ગુજરાતના દરેક જિલ્લાના હસ્તકલા હાથશાળમાં પરંપરાગત કળાના વારસાને જીવનદાન આપવા સરકારે જિલ્લાની વિશિષ્ટ કળાને ઓ.ડી.ઓ.પી. જાહેર કરી હતી.
5/8

રાજ્યના ઉત્પાદનોની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓળખ ઊભી થાય તે હેતુથી આ યોજના સમગ્ર રાજ્યમાં અમલી કરવામાં આવી છે.
6/8

ઓ.ડી.ઓ.પી યોજના અંતર્ગત રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટને તેની વિશિષ્ટ કળા તરીકે સમાવિષ્ટ કરવામાં આવી છે.
7/8

રાજકોટ જિલ્લાની સિંગલ ઈકત વણાટ કળા વર્ષો જૂની હાથશાળની કળા છે. આ વણાટકળામાં મશીનનો જરા પણ ઉપયોગ કરવામાં આવતો નથી.
8/8

ત્રણ પેઢીથી રાજકોટ ખાતે સિંગલ ઈકત વણાટ પટોળાની કળા સાથે જોડાયેલા રાઠોડ પરિવારના ચંદ્રેશભાઇ રાઠોડે કહ્યું હતું કે, સિંગલ ઈકત પટોળાને “રાજકોટી પટોળા” પણ કહેવાય છે.
Published at : 21 Oct 2023 04:24 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
