શોધખોળ કરો
સુરતમાં બારેમેઘખાંગા, વરાછા વિસ્તારમાં જળબંબાકાર, દરેક રસ્તામાં કેડ સમા પાણી, જુઓ તસવીરો
surat rain: સુરતમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે. સુરતમાં વરાછા વિસ્તારમાં કેળ સમા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે.
સુરતમાં ભારે વરસાદ
1/7

surat rain: સુરતમાં 2 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયયા છે. વરાછાના બધા જ રસ્તા જળમગ્ન થયા છે.
2/7

સુરત શહેરના તમામ વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા છે. સુરતના અનેક માર્કેટોમાં પાણી પાણી થઇ ગઇ છે સુરતના અડાજણ, રાંદેર વિસ્તાર પણ જળમગ્ન છે. સુ
3/7

સુરતની અનેક રહેણાંક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. પુણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાતા આ વિસ્તારની રસ્તો બ્લોક થઇ ગયો છે. અડાજણના એલપી સવાણી સર્કલ નજીક કેનાલ રોડ પર પાણી ભરાયા છે. વેડરોડ ખાતે આવેલી ધર્મનંદન ચોક ખાતે રસ્તા પર જ નદી ધસી આવી હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.
4/7

સુરતના અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારો પણ પાણી પાણી થયા છે. કૃષ્ણનગર રોડ પણ વરસાદી પાણી ભરાયા છે. વેડ, ડભોલી, ડુમસ રોડ પણ જળબંબાકાર છે. રાંદેર વિસ્તારના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે
5/7

સુરતનાં જળભરાવે સુરતના પ્રિમોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. મહાનગરપાલિકાના દાવાનું વરસાદમાં ધોવાણ થઇ ગયું છે. માત્ર 2 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદે સુરતની ડેનેજ સિસ્ટમ અને પ્રિમોસૂન પ્લાન પર સવાલ ઉભા કર્યાં છે
6/7

વરાછામાં રસ્તા પર નદી વહેતી હોય તેવી દ્રશ્યો સર્જાયા છે. જેના કારણએ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
7/7

સુરતના વરાછા, કામરેજ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર વાહનો ઠપ્પ થઇ ગયા છે અને લોકો ચાલીને રસ્તો પાર કરવા મજબૂર બન્યાં છે.
Published at : 23 Jun 2025 01:08 PM (IST)
આગળ જુઓ
Advertisement





















