શોધખોળ કરો
આ દેશ પાણીમાં ડૂબી જવાનો છે, અહીના લોકો ખૂબ ડરી રહ્યા છે
દુનિયામાં ઘણા દેશોને સમુદ્રના વધતાં જળસ્તરનો સામનો કરવો પડી રહ્યો છે. આમાંથી કેટલાક દેશો સંપૂર્ણ રીતે ડૂબવાની આરે પહોંચી ગયા છે. આ દેશોના રહેવાસીઓ માટે આ ગંભીર ખતરો છે.
ઘણા દેશો એવા ભયનો સામનો કરી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં સમુદ્રમાં ડૂબી શકે છે. આવી સ્થિતિમાં, આ ગીચ વસ્તીવાળા દેશોના લોકોને ડર છે કે જો આ દેશો ડૂબી જશે તો તેઓ ક્યાં જશે.
1/6

વૈજ્ઞાાનિકોના મતે, જળવાયુ પરિવર્તનના કારણે બરફની ચાદર પીગળી રહી છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે. આગામી કેટલાક દાયકાઓમાં આ પ્રક્રિયા ઝડપી બને તેવી શક્યતા છે. જેમ જેમ તાપમાન વધે છે તેમ સમુદ્રના પાણીનું તાપમાન પણ વધે છે, જેના કારણે તેની માત્રામાં વધારો થાય છે. આ વધારાની સીધી અસર દરિયાકાંઠાના દેશો અને ટાપુઓ પર પડી છે.
2/6

વિશ્વના ઘણા ટાપુ દેશો સમુદ્રના સ્તરમાં વધારો થવાને કારણે સૌથી વધુ જોખમમાં છે. આમાંના કેટલાક મોટા દેશોમાં માલદીવ, તુવાલુ, કિરીબાતી અને માર્શલ ટાપુઓનો સમાવેશ થાય છે. આ દેશોની મોટાભાગની વસ્તી દરિયાની સપાટીથી થોડાક મીટરની ઉંચાઈ પર રહે છે આ ઉપરાંત બાંગ્લાદેશ અને માલદીવ જેવા દેશોની હાલત પણ ખરાબ છે.
Published at : 03 Oct 2024 06:10 PM (IST)
આગળ જુઓ





















