શોધખોળ કરો
Celebrities : સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝાએ અભિનેત્રીઓને પણ પાડી ઝાંખી
Sania Mirza Sister Anam Mirza Pics:ફરાહ ખાને તેના ઘરે 'બિગ બોસ 16'ના સ્પર્ધકો માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા લાઈમલાઈટમાં રહી હતી.

Anam Mirza
1/7

બોલિવૂડ ડિરેક્ટર ફરાહ ખાને 'બિગ બોસ 16'ના સ્પર્ધકો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જ્યાં ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા. આ પાર્ટીમાં સાનિયા મિર્ઝા અને તેની બહેન અનમ મિર્ઝા પણ આવી હતી.
2/7

સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. ફરાહ ખાનની પાર્ટીમાં અનમ મિર્ઝાએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યુ હતું.
3/7

ફરાહની પાર્ટીમાં અનમ મિર્ઝાએ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે હુમા કુરેશી સહિત અન્ય મહેમાનો સાથે ખૂબ જ મસ્તી કરી હતી.
4/7

અનમ મિર્ઝા ભલે ગ્લેમર વર્લ્ડથી દૂર રહે, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
5/7

અનમ મિર્ઝા એક ફેશન પ્રભાવક છે જે લોકોને ફેશન ટિપ્સ આપે છે. આ સિવાય તે ફેશનને લગતી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે.
6/7

અનમ મિર્ઝાએ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન હૈદરાબાદના બિઝનેસમેન અકબર રાશિદ સાથે થયા હતા.
7/7

તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ અનમ મિર્ઝાએ વર્ષ 2019માં ભારતીય ક્રિકેટર મોહમ્મદ અસદુદ્દીન સાથે લગ્ન કર્યા હતા.
Published at : 15 Feb 2023 07:38 PM (IST)
આગળ જુઓ
Advertisement