શોધખોળ કરો
ભારત-પાકિસ્તાન મેચ પહેલા 'મૌકા મૌકા'ની એડ કરતો એક્ટર ચર્ચામાં, એન્જિનીયરમાંથી આ રીતે રાતો રાત બની ગયો સ્ટાર, જાણો વિગતે

Vishal_Malhotra
1/6

નવી દિલ્હીઃ આજે ટી20 વર્લ્ડકપની સૌથી મોટી મેચ અને મહામુકાબલો થવાનો છે. 24 ઓક્ટોબરે એટલે કે આજે બે કટ્ટર પ્રતિદ્વંદ્વી ભારત અને પાકિસ્તાન આમને સામને ટકરાશે. આ મેચને લઇને બન્ને દેશો વચ્ચે તણાવ શરૂ થઇ ગયો છે. બન્ને દેશો આ મેચને લઇને જાહેરખબરો બનાવવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે મોકો મોકા એડ ફરીથી સામે આવી છે અને ટીવી પર ધૂમ મચાવી રહી છે. આ જાહેરખબરમાં પાકિસ્તાન ફેન બતાવવામાં આવ્યો છે, ખરેખરમાં એક એક્ટર છે, જાણો છો કોણ છે તે....
2/6

મોકા મોકા એડમાં દેખાઇ રહેલો શખ્સ એક એક્ટર છે અને તે પાકિસ્તાની નથી પરંતુ ભારતીય છે. આ જાહેરખબરમાં જે શખ્સ ફટાડડા લઇને ફરી રહ્યો છે. તેને માત્ર ને માત્ર પાકિસ્તાનની જીતની રાહ છે, પરંતુ દરેક વખતે તેનુ સપનુ અધુરુ રહી જાય છે. આ જાહેરખબરમાં પાકિસ્તાની ફેનનુ કેરેક્ટર ખરેખરમાં દિલ્હીના રહેવાસી એક્ટર વિશાલ મલ્હોત્રાએ નિભાવ્યુ છે.
3/6

વિશાલનુ કહેવુ છે કે મોકા મોકા એડે તેની લાઇફ બદલી નાંખી છે અને તેના કારણે તેને ઇન્ડસ્ટ્રીમાં કેટલાય મોકા મળ્યા છે. તે એક સૉફ્ટવેર એન્જિનીયર છે અને કેટલાય વર્ષો સુધી એક ટોચની મલ્ટીનેશનલ કંપની Accentureમાં કામ પણ કર્યુ છે. તે વર્ષ 2012માં દિલ્હીથી મુંબઇ આવ્યો હતો.
4/6

મુંબઇ આવ્યા બાદ વિશાલ મલ્હોત્રાને ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. આ બધાની વચ્ચે તેને ફિલ્મ રાગીણી એમએમએસ 2માં એક કેમિયો કરવાનો મોકો મળ્યો હતો. આ પછી તેને મોકો મોકા એડની ઓફર આવી.
5/6

વિશાલનુ કહેવુ છે કે એડ મેકરને એક એવા કેરેક્ટરની શોધ હતી જે થોડોઘણો પાકિસ્તાની જેવો દેખાય. મારુ સિલેક્શન આના આધારે થયુ અને એડ શૂટ કરાઇ.
6/6

વિશાલ આગળ બતાવે છે કે, જ્યારે ભારત જીતતુ હતુ ત્યારે મારુ રડતો ચહેરો લોકો ફેસબુક પર શેર કરતા હતા, આ રીતે હું રાતોરાત લોકોની વચ્ચે લોકપ્રિય બની ગયો.
Published at : 24 Oct 2021 03:01 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
