શોધખોળ કરો
Advertisement
Australian Open 2021: નાઓમી ઓસાકાએ રચ્યો ઈતિહાસ, બીજી વખત જીત્યો ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ
23 વર્ષીય નાઓમી ઓસાકા બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ જીતનારી 12મી મહિલા ખેલાડી બની ગઈ છે. આ પહેલા સેમીફાઈનલ મુકાબલામાં ઓસાકાએ અમેરિકાની જ સેરેના વિલિયમ્સને 6-3 અને 6-4થી હરાવ્યું હતું.
નવી દિલ્હી : જાપાનની 23 વર્ષીય સ્ટાર ખેલાડી નાઓમી ઓસાકા (Naomi Osaka)એ બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નાઓમીએ ફાઈનલ મુકાબલમાં જેનિફર બ્રેડીને 6-4 અને 6-3થી હરાવીને બીજી વખત ઓસ્ટ્રેલિયાઈ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ તેના કેરિયરનો ચોથો ગ્રાન્ડસ્લેમ છે. આ પહેલા નાઓમી 2018માં પણ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી ચુકી છે.
23 વર્ષીય નાઓમી ઓસાકા બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ જીતનારી 12મી મહિલા ખેલાડી બની ગઈ છે. આ પહેલા સેમીફાઈનલ મુકાબલામાં ઓસાકાએ અમેરિકાની જ સેરેના વિલિયમ્સને 6-3 અને 6-4થી હરાવી હતી. આ હાર સાથે જ સેરેનાનો રેકોર્ડ 24મી મહિલા સિંગલ ગ્રેન્ડસ્લેમ જીતવાનો સપનું તૂટી ગયું હતું.
સેમીફાઇનલ મુકાબલામાં સેરેના વિલિયમ્સ જેવી દિગ્ગજ ખેલાડીઓને હરાવીને ફાઈનલમાં પહોંચનારી નાઓમી ઓસાકા મુકાબલામાં ફેવરિટ હતી. જ્યારે જેનિફર બ્રેડી પહેલીવાર ગ્રેન્ડસ્લેમની ફાઈનલમાં પહોંચી હતી. આ પહેલા ગત વર્ષે નાઓમી ઓસાકાએ જ બ્રેડીને યૂએસ ઓપનની સેમીફાઈનલમાં હરાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement