(Source: ECI/ABP News/ABP Majha)
IPL 2021 માટે દિલ્હી કેપિટલ્સે બદલી પોતાની જર્સી, અય્યર, ધવન, પંતની નવી જર્સી સાથે તસવીર વાયરલ, જુઓ Photo
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સે જોરદાર દેખાવ કરતાં પહેલીવાર ફાઇનલમાં પહોચી હતી, જોકે, મુંબઇ ઇન્ડિયન્સના હાથે હાર મળતા ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી.
નવી દિલ્હીઃ આઇપીએલ 2021ની શરૂઆત હવે આગમી મહિનાથી ભારતમાં જ થવાની છે. દુનિયાની સૌથી મોટી લીગ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની શરૂઆત થવામાં હવે 20 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. ત્યારે આ સિઝન પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની નવી જર્સીની ઝલક બતાવી છે. ફ્રેન્ચાઇઝીએ પોતાની નવી જર્સી લૉન્ચ કરી છે, અને આના માટે ફેન્સને આમંત્રણ પણ આપ્યુ છે.
દિલ્હી કેપિટલ્સની નવી જર્સી મુખ્ય રીતે ઘાટા વાદળી રંગની છે, જર્સીમાં વાઘની ધારિયો ઉપરાંત, બન્ને બાજુ વાઘના લાલ પંજા પણ દેખાઇ રહ્યાં છે.
દિલ્હીના સહ-માલિક કુરણ કુમાર ગ્રાંધીએ કહ્યું- દિલ્હી કેપિટલ્સના ફેન્સ ટીમના ઉતાર-ચઢાવના સમયે ટીમની સાથે રહ્યાં. એટલે અમારી ફરજ બને છે કે અમે તેને સ્પેશ્યલ ફિલ કરાવીએ. ફેન્સને અલગ અલગ અનુભવ કરાવવા માટે અમે સિલેક્ટેડ ફેન્સ માટે નવી જર્સીમાં ફોટોશૂટ કરાવ્યુ. જેમ કે અમે ખેલાડીઓ માટે કરીએ છીએ, અમને આનંદ છે કે અમે ફેન્સને એક યાદગાર અનુભવ આપ્યો.
ટીમ દરેક પડકાર માટે તૈયાર- CEO
દિલ્હી કેપિટલ્સના નિદેશક અને વચગાળાના સીઇઓ વિનોદ બિષ્ટે કહ્યું- નવી જર્સી ટ્રેન્ડી દેખાઇ રહી છે, અને અમારી ટીમથી મેચ થઇ રહી છે. યુવા ટીમ દરેક પડકારો માટે પુરેપુરા તૈયાર છે. નવી જર્સી માટે વિનોદ બિષ્ટે પણ ખાસ વિશ કરી હતી. તેમને ટીનના ખેલાડીએ અને સ્ટાફનો આભાર માન્યો હતો.
9મી એપ્રિલથી શરૂ થશે આઇપીએલ 2021
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સે જોરદાર દેખાવ કરતાં પહેલીવાર ફાઇનલમાં પહોચી હતી, જોકે, મુંબઇ ઇન્ડિયન્સના હાથે હાર મળતા ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી હતી. આઇપીએલ 2021ની પ્રથમ મેચ 9મી એપ્રિલના રોજ હાલની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની વચ્ચે રમાશે. વળી દિલ્હી કેપિટલ્સ 10 એપ્રિલે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ પોતાનુ અભિયાન શરૂ કરશે. આ મેચ મુંબઇમાં સાંજે 7.30 વાગે રમાશે.