Dhanashree Verma Viral Video: ચહલની પત્નીએ ફરી કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો વાયરલ
ડિસેમ્બરમાં જ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લગ્ન કર્યા હતા, અને લગ્ન બાદ બન્ને હનીમૂન માટે દુબઇ ગયા હતા,
મુંબઇઃ ક્રિકેટર યુજવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્મા આજકાલ એક નવા ડાન્સને લઇને ફરીથી ચર્ચામાં આવી છે. થોડાક દિવસ પહેલા એક નવુ ગીત રિલીઝ થયુ હતુ, જેમાં તે ગજબનો ડાન્સ કરતી દેખાઇ રહી હતી. ગીતના શબ્દો હતા- ઓયે હોયે હાય.... ધનાશ્રી આ વીડિયોમાં જસ્તતી ગિલની સાથે દેખાઇ રહી છે. આ ગીતને જસ્સી ગીલ અને સિમર કૌરે ગાયુ છે.
ઉલ્લેખનીય છે કે ધનાશ્રી વર્મા ડાન્સર હોવાની સાથે સાથે કોરિયાગ્રોફર પણ છે. હંમેશા ધનાશ્રી પોતાના સોશ્યલ મીડિયા પર ડાન્સ વીડિયો શેર કરતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડાન્સ વીડિયોની ભરમાર લાગેલી છે.
જસ્સી ગીલ અને ધનાશ્રી વર્માના આ ગીત ઓયે હોયે હોયે ને ફેન્સને થિરકવામાં પર મજબૂર કરી દીધા હતા. તાજેતરમાં જ શેર કરવામાં આવેલા વીડિયોમાં ધનાશ્રીએ ડેનિમ જીન્સ અને બ્લેક ટી-શર્ટ પહેરેલી રાખી છે, અને આ ગીત પર ડાન્સ કરતી દેખાઇ રહી છે. આ વીડિયોમાં ધનાશ્રીનો અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ આના પર જોરદાર રિએક્શન્સ આપી રહ્યાં છે. આ ગીતને એક વિશાળ સેટ પર શૂટ કરવામાં આવ્યુ અને અરવિંદ ખૈરા દ્વારા આ ગીતને નિર્દેશિત કરવામાં આવ્યુ છે.
થોડાક દિવસો પહેલા માલદીવમાં ધનાશ્રી વર્મા પોતાની છુટ્ટીઓ મનાવી રહી હતી. માલદીવથી પણ ધનાશ્રી સોશ્યલ મીડિયા પર પોતાના ફેન્સ માટે કેટલાય ફોટોઝ અને વીડિયોને શેર કરતી દેખાઇ રહી હતી. તેના ફેન્સ ધનાશ્રીના ડાન્સ પર ખુબ પ્રેમ લૂંટાવી રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, ધનાશ્રી ડાન્સ કોરિયોગ્રાફર પણ છે અને તે યૂટ્યૂબ પર પોતાના ડાન્સનો વીડિયો પણ શેર કરતી રહે છે. ડિસેમ્બરમાં જ ભારતીય ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લગ્ન કર્યા હતા, અને લગ્ન બાદ બન્ને હનીમૂન માટે દુબઇ ગયા હતા, જ્યાં બન્નેએ શાનદાર તસવીરો શેર કરી હતી.