શોધખોળ કરો
પાકિસ્તાનના કયા ભૂતપૂર્વ ક્રિકેટરે હરભજન સિંહને સલાહ આપી, કહ્યું ‘ભજ્જી સુધરી જજે’
શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહને સલાહ આપી છે કે, તે સુધરી જાય. હકીકતમાં હરભજને શોએબની સ્પીડને લઈને ટ્વીટર પર થોડી મજા ઉડાવી હતી.

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહને સલાહ આપી છે કે, તે સુધરી જાય. હકીકતમાં હરભજને શોએબની સ્પીડને લઈને ટ્વીટર પર થોડી મજા ઉડાળી હતી. ત્યાર બાદ અખ્તરે તેની આ મજાક પર એક ટ્વિસ્ટર ફેંક્યું હતું.
હાલમાં શોએબ અખ્તરે પોતાના બીજા દીકરાની એક તસવીર શેર કરી હતી અને ચાહકો પાસેથી આશીર્વાદ માંગ્યા હતા. શોએબ હાલમાં જ બીજી વખત પિતા બન્યો હતો. શોએબને શુભકામના પાઠવતા હરભજને લખ્યું હતું કે, શુભકામના શોએબ અખ્તર, ભગવાનના આશીર્વાદ હંમેશા તેના પર રહે. સ્પીડ ઓછી નથી થઈ ભાઈ. ત્યાર બાદ ભજ્જીએ આ ટ્વીટ પર બે મસ્તીભર્યાં ઈમોજી બનાવ્યા હતાં.God bless him❤️❤️❤️❤️❤️..congratulations @shoaib100mph speed kam nahi hui brother.. 😜😜 https://t.co/ByKS5HDKws
— Harbhajan Turbanator (@harbhajan_singh) November 14, 2019
ત્યાર બાદ રાવલપિંડી એક્સપ્રેસે ભજ્જીના આ ટ્વીટ પર ખુશી વ્યક્ત કરતા સલાહ પણ આપી હતી. અખ્તરે ભજ્જીને જવાબ આપતા લખ્યું હતું કે, હાહાહા ભજ્જી સુધરી જા. શોએબના આ ટ્વીટને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે. આ પહેલા ભજ્જીના ટ્વીટને અખ્તર અને હરભજનના ફેન્સે ખૂબ સપોર્ટ કર્યું અને મજા લીધી હતી.Can’t get enough of my second son ..bless him pic.twitter.com/asG2HVbvpR
— Shoaib Akhtar (@shoaib100mph) November 13, 2019
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
દેશ
Advertisement