શોધખોળ કરો

WC Final: આજે મેદાનમાં ઉતરતાં જ કોહલીના નામે રચાશે મોટો ઇતિહાસ, સચિન-સહેવાગની કરી લેશે બરાબરી

વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અત્યાર સુધી ત્રણ ફાઈનલ રમ્યું છે, જેમાંથી ભારતે 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રૉફી જીતી છે

ODI WC Final 2023: આજે વનડે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાશે, આ મેચમાં ભારતીય ટીમની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થઇ રહી છે. આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત છે કે, આ પહેલા વનડે વર્લ્ડકપ 2003ની ફાઈનલ મેચ બંને ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયા જીત્યું હતું. વર્તમાન વર્લ્ડકપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. વિરાટ કોહલી ફાઈનલ મેચ દરમિયાન મેદાનમાં ઉતરતાની સાથે જ એક મોટો રેકોર્ડ બનાવી લેશે. 

આ ખાસ ક્લબમાં સામેલ થશે વિરાટ કોહલી
વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં ભારત અત્યાર સુધી ત્રણ ફાઈનલ રમ્યું છે, જેમાંથી ભારતે 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં અને 2011માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટ્રૉફી જીતી છે. વનડે વર્લ્ડકપમાં વિરાટ કોહલીની આ બીજી ફાઇનલ મેચ હશે. આ પહેલા તેણે વર્લ્ડકપ 2011ની ફાઈનલ મેચ રમી હતી. આ સાથે તે વર્લ્ડકપમાં બે ફાઇનલ મેચ રમનાર ભારતનો છઠ્ઠો ખેલાડી બની જશે. તેના પહેલા સચિન તેંદુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન અને હરભજન સિંહ વર્લ્ડકપમાં 2 ફાઈનલ મેચ રમી ચૂક્યા છે.

શાનદાર ફોર્મમાં છે વિરાટ કોહલી
ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે. તે ODI વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. આ સિઝનમાં ત્રણ સદી ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે સેમિ ફાઇનલમાં 117 રનની ઇનિંગ રમી હતી. આ તેની ODI ક્રિકેટમાં 50મી સદી હતી. આ સાથે તે ODI વર્લ્ડકપ 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે.

ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં સતત 9 મેચ જીતીને સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યું હતું. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. બીજીબાજુ ઓસ્ટ્રેલિયાની ટીમને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ ઓસ્ટ્રેલિયાએ સતત મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બંને ટીમો પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે, જે થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Embed widget