IND vs BAN : ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IND vs BAN Live Score Updates: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયરમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાશે. તમે આ મુકાબલાથી જોડાયેલા લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકો છો.

Background
IND vs BAN 1st T20: ગ્વાલિયર T20માં ટીમ ઇન્ડિયાનો વિજય, બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું
ભારતે T20 શ્રેણીની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ભારતને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ હતો. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 11.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હાર્દિક પંડ્યાએ અણનમ 39 રન બનાવ્યા હતા. તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસને 29 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવે 29 રન બનાવ્યા હતા.
અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આભાર.
IND vs BAN 1st T20 Live Score: ભારતને જીતવા માટે 12 રનની જરૂર છે
ટીમ ઈન્ડિયાને જીતવા માટે 12 રનની જરૂર છે. ભારતે 11 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા છે. નીતિશ રેડ્ડી 15 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 25 રન બનાવીને રમી રહ્યો છે.
IND vs BAN 1st T20 Live Score: ભારતને જીતવા માટે 22 રનની જરૂર છે
ભારતે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા છે. નીતિશ રેડ્ડી 14 રન બનાવીને રમી રહ્યો છે. હાર્દિક પંડ્યા 16 રન બનાવીને રમી રહ્યો છે. ભારતને હવે જીતવા માટે 22 રનની જરૂર છે.
IND vs BAN 1st T20 Live Score: મેહિદી હસન મિરાજે સંજુ સેમસનને આઉટ કર્યો
ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. સંજુ સેમસન 19 બોલમાં 29 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. મેહદી હસન મિરાજે સંજુ સેમસનને આઉટ કર્યો હતો.
IND vs BAN 1st T20 Live Score: ભારતનો સ્કોર 6 ઓવર પછી 1 વિકેટે 71 રન છે.
ભારતીય ટીમનો સ્કોર 6 ઓવર બાદ 1 વિકેટે 71 રન છે. હવે ભારતને જીતવા માટે 84 બોલમાં 57 રનની જરૂર છે. અત્યારે સંજુ સેમસન અને નીતિશ કુમાર રેડ્ડી ક્રિઝ પર છે.

