AAJ No Muddo : આજનો મુદ્દો : ઓનલાઈન ગેમિંગ કરશે બરબાદ
ઇન્ટરનેટ લિંક, વેબસાઇટ કે મોબાઇલ ઍપથી ગેમ રમી પૈસા દાવ પર લગાવવામાં આવે છે,જેને ઑનલાઇન ગૅમ્બલિંગ કે ઑનલાઇન જુગાર કહે છે. અને આ જ ઓનલાઈન જુગારના કારણે કોઈ ચોરીના રવાડે ચડે છે, તો કોઈ જીવ ગુમાવે છે. ત્યારે આજનો મુદ્દો છે.. ઓનલાઈન ગેમિંગ કરશે બરબાદ.
ઓનલાઈન ગેમિંગના રવાડે ચડ્યા તો ગુમાવવું પડશે. આ એટલા માટે કારણ કે વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં ચોરી કરતા ઝડપાયા. વાત છે. અમદાવાદની. જ્યાં કલાપીનગરની શુભમ્ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજની ઓફિસમાં 8 લાખની ચોરી થઈ.. અને આ ચોરી કરી 45 હજારની પગારદાર વાઇસ પ્રિન્સિપાલ સૂચિ રોયે. કારણ હતું ઓનલાઈન પોકર ગેમમાં ગુમાવ્યા હતા લાખો રુપિયા. નર્સિંગ કોલેજમાં જ વાઈસ પ્રિન્સિપાલે બુરખો પહેરીને પોતાની જ નોકરીની જગ્યાએ એટલે કે કોલેજમાં 8 લાખની ચોરી કરી. જેના સીસીટીવીના આધઆરે પોલીસે તપાસ કરી. આ માટે ડોગ સ્કોવોર્ડની મદદ લીધી.. અને તપાસ સમયે સ્નીફર ડોગ આરોપી સૂચિ રોય સામે જોઈ સતત ભસ્યા કરતા પોલીસને શંકા ગઈ, પૂછપરછમાં ભાંડો ફૂટયો.




















