IND vs NZ: કોહલી-ગિલ અને શમી નહી રમે ત્રીજી વનડે ? રજત પાટીદાર કરશે ડેબ્યૂ! આવી હશે પ્લેઈંગ 11
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.
India vs New Zealand 3rd ODI, Team India Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ ગુરુવારે (24 જાન્યુઆરી) ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ માટે બંને ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે. પ્રથમ બે વનડે જીતનાર ટીમ ઈન્ડિયાની નજર ક્લીન સ્વીપ પર હશે. આ સાથે જ કીવી ટીમ પોતાની વિશ્વસનીયતા બચાવવા માટે છેલ્લી મેચ જીતવા ઈચ્છશે.
ટીમ ઈન્ડિયા પહેલા જ શ્રેણી જીતી ચૂકી છે. આવી સ્થિતિમાં આ મેચમાં ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. બીજી વનડેમાં ભારતની જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ સંકેત આપ્યા છે કે છેલ્લી મેચમાં કેટલાક ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે. વાસ્તવમાં, ટીમ ઈન્ડિયા 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ઘણા સિનિયર ખેલાડીઓ ત્રીજી વનડેમાં આરામ આપી શકે છે.
ઘણા ક્રિકેટ નિષ્ણાતો અને જાણકારો કહી રહ્યા છે કે મોહમ્મદ શમી, શુભમન ગિલ અને વિરાટ કોહલીને ત્રીજી વનડેમાં આરામ આપવામાં આવી શકે છે. જાણો આવી સ્થિતિમાં, જો આવું થશે તો ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે.
ઈશાન કિશન અને રોહિત ઓપનિંગ કરશે, રજત પાટીદારનું ડેબ્યુ ફિક્સ!
એવી અટકળો છે કે કેપ્ટન રોહિત શર્મા ત્રીજી વનડેમાં બેન્ચ સ્ટ્રેન્થને ચેક કરી શકે છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદારને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે કિંગ કોહલીની જગ્યાએ ત્રીજા નંબર પર રમી શકે છે. તે જ સમયે, શુભમન ગિલની જગ્યાએ ઇશાન કિશન હિટમેન સાથે ઓપનિંગ કરી શકે છે.
ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન આ રીતે હોઈ શકે છે - ઈશાન કિશન, રોહિત શર્મા, રજત પાટીદાર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાહબાઝ અહેમદ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક અને મોહમ્મદ સિરાજ.
ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ખરાબ રીતે હરાવ્યું
ટીમ ઈન્ડિયાએ રાયપુર વનડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ રીતે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે શ્રેણી પર કબ્જો કરી લીધો છે. બીજી વનડેમાં ભારતીય ટીમને જીતવા માટે 109 રન બનાવવાના હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ બનાવી લીધી છે.