(Source: ECI/ABP News/ABP Majha)
IND vs PAK: પાકિસ્તાન સામે જીત પર વડાપ્રધાન મોદીએ ટીમ ઇન્ડિયાને આપ્યા અભિનંદન, જાણો શું કહ્યુ?
એશિયા કપની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ રમત બાદ પાકિસ્તાને 147 રન બનાવ્યા હતા
PM Modi congratulated Team India: એશિયા કપની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ રમત બાદ પાકિસ્તાને 147 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ બે બોલ પહેલા જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. આ જીત બાદ પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા.
#TeamIndia put up a spectacular all-round performance in today’s #AsiaCup2022 match. The team has displayed superb skill and grit. Congratulations to them on the victory.
— Narendra Modi (@narendramodi) August 28, 2022
પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ આજની એશિયા કપ મેચમાં શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. ટીમે શાનદાર કૌશલ્ય અને ધીરજ દર્શાવી છે. જીત પર તેઓને અભિનંદન."
ભારતની જીતનો હીરો હાર્દિક પંડ્યા રહ્યો હતો
ભારતની આ જીતનો હીરો હતો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. હાર્દિકે પહેલા બોલિંગમાં ત્રણ વિકેટ લીધી અને પછી બેટિંગમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 33 રન બનાવ્યા હતા. જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતે 15મી ઓવરમાં માત્ર 89 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી.
ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં આ રીતે જીત મેળવી હતી
પાકિસ્તાન તરફથી મળેલા 148 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. પહેલી જ ઓવરમાં ઓપનર કેએલ રાહુલ શૂન્ય રને આઉટ થયો હતો. તેને ડેબ્યૂ મેન નસીમ શાહે બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીને શૂન્ય પર જીવન મળ્યું અને પછી તેણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. દરમિયાન કોહલી પોતાની જૂની લયમાં જોવા મળ્યો હતો. તેણે ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી હતી. જોકે, રોહિત સતત સંઘર્ષ કરી રહ્યો હતો અને માત્ર 12 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીના રૂપમાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. કોહલી 35 રન બનાવી નવાઝના બોલ પર કેચ આઉટ થયો હતો.
રોહિત અને કોહલીના આઉટ થયા બાદ ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી હતી. આવી સ્થિતિમાં ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા રવીન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. જાડેજાએ સૂર્યકુમાર યાદવ (18 રન) સાથે ચોથી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. આ પછી જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે મળીને ભારતને મુશ્કેલીથી બહાર કાઢ્યુ હતું. રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. બીજી તરફ હાર્દિક પંડ્યાએ માત્ર 17 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ડેબ્યૂ મેન નસીમ શાહે પાકિસ્તાન માટે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પોતાની ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. નસીમે રાહુલ અને સૂર્યકુમારને બોલ્ડ કર્યા હતા. આ સિવાય સ્પિનર મોહમ્મદ નવાઝે 3 વિકેટ ઝડપી હતી.