શોધખોળ કરો
Advertisement
IPL 2021 Auction: હરાજીમાં પંજાબ કિંગ્સે ખરીદ્યા સૌથી વધુ 9 ખેલાડી, જાણો કોને કેટલામાં ખરીદ્યા ?
પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચાર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 24 વર્ષીય આ બોલર અત્યાર સુધી એક પણ આઈપીએલ મેચ રમ્યો નથી.
ચેન્નઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે ખેલાડીઓની હરાજીનું આયોજન ચેન્નઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં 291 ખેલાડીઓ પર બોલી લાગી હતી. સાઉથ આફ્રિકાનો ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 14.25 કરોડમાં ખરીદ્યો છે. આ સિવાય કાઈલ જેમિસનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 15 કરોડમાં ખરીદી લીધો હતો. ત્યારે આ હરાજીમાં પંજાબ કિંગ્સે સૌથી વધુ નવ ખેલાડી ખરીદ્યા હતા.
પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ઝાય રિચાર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 24 વર્ષીય આ બોલર અત્યાર સુધી એક પણ આઈપીએલ મેચ રમ્યો નથી. રિચર્ડર્સનની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી.
તે સિવાય રિલે મેરેડિથ (8 કરોડ), શાહરુખ ખાન (5.25 કરોડ), મોજેસ હેનરિક્સ (4.2 કરોડ), ડેવિડ મલાન (1.5 કરોડ), ફેબિયન એલન(75 લાખ), જલજ સક્સેના (30 લાખ), સૌરભ કુમાર (20 લાખ) અને ઉત્કર્ષ સિંહ(20 લાખ)ને ખરીદ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement