IPL 2025 Schedule: ક્યારે રમાશે પ્રથમ મેચ, પ્લેઓફ ક્યાં રમાશે ?IPL શેડ્યૂલ પર મોટુ અપડેટ
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

IPL 2025 Schedule Updates: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ અને અંતિમ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ ટુર્નામેન્ટ 21 માર્ચથી શરૂ થશે. આ સાથે વધુ માહિતી પણ પ્રાપ્ત થઈ છે. આઈપીએલની છેલ્લી સિઝન કોલકાતા નાઈટ રાઈડર્સે જીતી હતી. તેથી, આ સિઝનની પ્રથમ મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. આ વખતે તમામ ટીમોમાં મોટા ફેરફાર પણ જોવા મળશે. ફેન્સ પણ આઈપીએલની ખૂબ જ આતુરતા સાથે રાહ જોઈ રહ્યા છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, IPL 2025ની પ્રથમ મેચ 21 માર્ચે અને ફાઇનલ મેચ 25 મેના રોજ રમાશે. આ સિઝનમાં કુલ 74 મેચ રમાશે. ખાસ વાત એ છે કે ટૂર્નામેન્ટનો પહેલો ભાગ ઈડન ગાર્ડન્સમાં યોજાશે. આ પછી અહીં ફાઈનલ મેચ પણ રમાશે. જો પ્લેઓફ મેચોની વાત કરીએ તો હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બે મેચ રમાશે.
IPL 2025નું સંપૂર્ણ શેડ્યૂલ ક્યારે જાહેર થશે -
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટીમ IPLના શેડ્યૂલ પર કામ કરી રહી છે. અગાઉ આ ટૂર્નામેન્ટ 14 માર્ચથી યોજાવાની હતી. પરંતુ હવે તારીખ લંબાવીને 21 માર્ચ કરવામાં આવી છે. ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ અહેવાલો અનુસાર, બીસીસીઆઈ ટૂંક સમયમાં સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.
ફેબ્રુઆરી-માર્ચમાં ત્રણ મોટી ટુર્નામેન્ટ યોજાશે -
આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિના ક્રિકેટની દૃષ્ટિએ ખૂબ જ રસપ્રદ રહેવાના છે. ફેબ્રુઆરીમાં બે ટુર્નામેન્ટ શરૂ થશે. એક રિપોર્ટ અનુસાર વિમેન્સ પ્રીમિયર લીગ ફેબ્રુઆરીથી રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ આ મહિનામાં શરૂ થશે. આઈપીએલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના અંત પછી માર્ચથી શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે.
ફાઈનલ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં રમાશે
ગત વર્ષે IPLની શરૂઆત 22 માર્ચે થઈ હતી, જેમાં પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચ 26 મેના રોજ KKR અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેમાં KKR વિજેતા બની હતી. આ વખતે ફાઈનલ મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કેવો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેકોર્ડ, કોણે જીત્યા છે વધુ મુકાબલા