શોધખોળ કરો

IPL, રોહિત શર્માએ ફાઈનલ માટે મૂકી રાખેલા આ બોલરે કરી કમાલ, એકલા હાથે દિલ્હીને પછાડ્યું, જાણો વિગત

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા છે. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી.

દુબઇમાં મંગળવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી રેકોર્ડ પાંચમી વખત ખિતાબ જીત્યો છે. દિલ્હી કેપિટલ્સે જીતવા માટે 157 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે મુંબઇ ઈન્ડિયન્સે આઠ બોલમાં બાકી રહેતા પ્રાપ્ત કરી લીધો હતો. રોહિત શર્માએ મુંબઇ તરફથી કપ્તાની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 51 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી શાનદાર 68 રન બનાવ્યા. 11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. 11 ઓવરના પાંચમાં બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નિકળી ગયો હતો અને રન આઉટ થયો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા છે. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બોલ પર જ વિકેટ પડી હતી. ગત મેચમાં સારુ પ્રદર્શન કરનાર સ્ટોઈનિસ શૂન્ય રને આઉટ થયો હતો. બોલ્ટે મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ પડી હતી. રહાણે બોલ્ટની ઓવરમાં 2 રને આઉટ થયો હતો. દિલ્હી વતિ સૌથી વધારે 618 રન બનાવનાર ધવન ફાઈનલમાં ફેઈલ રહ્યો હતો. જોકે અહીં રોહિત શર્માની કુનેહ પણ કામ આવી હતી. રોહિત શર્માએ તેની કેપ્ટન્સીની કુનેહ બતાવતા ફાઈનલમાં જ જયંત યાદવને રાહુલ ચાહરના સ્થાને લીધો હતો. રોહિત શર્માએ આ માટે કારણ આપ્યું હતું કે દિલ્હી પાસે માત્ર ડાબોડી બેટ્સમેન હોઈ તેણે આ નિર્ણય લીધો હતો. તેની રણનીતિ સાચી પડી. છેલ્લી કેટલીક મેચોમાં બે સતત સદી અને પ્રથમ ક્વોલીફાયરમાં 78 રન બનાવી દિલ્હી માટે મોટો સ્કોર કરવો જરૂરી હતો તેવા ધવનને આઉટ કરવાના ઈરાદાથી રોહિત શર્માએ યાદવને ઇનિંગની ચોથી ઓવરમાં જ બોલિંગ આપી હતી. ધવનને યાદવે અંગત 15 રને બોલ્ડ કર્યો હતો. જો કે તપી કેપ્ટન શ્રેયસ ઐયર અને વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે દિલ્હીની ઇનિંગને સ્થિરતા તો આપી પણ જે બોલરે સામે આક્રમક રમી શક્યા તેવા કૃણાલ પંડ્યા અને પોલાર્ડની સામે રનરેટ વધાર્યો હતો. બન્ને ટીમને 170 રનની આસપાસ લઈ જશે તેમ લાગતું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર

Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?

Home Remedy: રોજ સવારે ઘરમાં કરશો આ કામ, તો દિવસભર ઘરમાં નહીં ફરકે એકપણ માખી

Embed widget