શોધખોળ કરો
ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર, ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઘરેલુ ટેસ્ટ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થયો આ ખેલાડી
ચાર ટેસ્ટ મેચસ પાંચ ટી20 અને ત્રણ વનડે મેચ માટે ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

રિપોર્ટ છે કે જો કોરોનાનુ સંકટ વધશે તો આવા સંજોગોમાં બ્રિસ્બેન (ક્વીંસલેન્ડ)માં 15 જાન્યુઆરીથી યોજાનારી ચોથી મેચ પર સંકટ આવી શકે છે. (ફાઇલ તસવીર)
મુંબઈ: ભારતીય ક્રિકેટ અને રવિન્દ્ર જાડેજાના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર ઘરેલુ ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ દમરિયાન જાડેજાને હાથમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેના અંગુઠાની સર્જરી કરવામાં આવી હતી. હવે તેના આ ઇજામાંથી બહાર આવતા છ સપ્તાહનો સમય લાગશે.
ચાર ટેસ્ટ મેચસ પાંચ ટી20 અને ત્રણ વનડે મેચ માટે ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં રમાશે, ત્યાર બાદ મેચ અમદાવાદમાં રમાશે. ટી 20 અને વનડેમાં જાડેજાને રમાડવાને લઈને હજુ સુધી કોઈ નિર્ણય નથી થયો. બીસીસીઆઈના સૂત્રો અનુસાર તેને લઈને બાદમાં નિર્ણય કરવામાં આવશે.
બીસીસીઆઈના એક અધિકારીએ એક અંગ્રેજી અખબારને કહ્યું કે, “જાડેજા ટેસ્ટ સીરીઝમાંતી બહાર થઈ ગયો છે અને તેને ઠીક થવામાં છ સપ્તાહનો સમય લાગશે. વનડે અને ટી20 માટે બીસીસીઆઈએ નિર્મય સિલેક્ટર્સ પર છોડ્યો છે.” જાડેજા સારવાર માટે નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુમાં રહેશે.
ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને પણ સ્થાન અપાયુ છે.
ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે, ચેતન શર્માની આગેવાનીમાં નવી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તરત જ આગામી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પ્રથમ બે મેચો માટે પ્લેયર્સનું સિલેક્શન કરી લીધું છે.
ઇંગ્લેન્ડ સિરીઝની પહેલી 18 સભ્યો વાળી સ્ક્વોડમાં કેપ્ટ્ન કોહલી, ઇશાંત શર્મા અને હાર્દિક પંડયાની વાપસી થઇ છે અને સાથે જ ઓલરાઉન્ડર અક્ષય પટેલને પણ સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ ટીમમાં સામેલ કરવાથી બાકાત રાખવામાં આવ્યો છે. સાથે જ ઓપનર પૃથ્વી શૉને પણ જગ્યા નથી મળી.
પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે, રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા,ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement