T20: આ ખેલાડી એકલા હાથે ભારતીય ટીમની જીતાડી શકે છે વર્લ્ડકપ- શેન વૉટસને કયા ભારતીયની કરી પ્રસંશા
પહેલો ટી20 વર્લ્ડકપ વર્ષ 2007માં રમાયો હતો, ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વાર ટી20 વર્લ્ડકપની ટ્રૉફી જીતી હતી. હવે તેની 8 એડિશન રમાઇ ચૂકી છે, પરંતુ ભારતીય ટીમ ક્યારેય વર્લ્ડકપ નથી જીતી શક્યુ.
Shane Watson On Hardik Pandya: ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપની શરૂઆત થઇ ચૂકી છે. જોકે, હાલમાં રાઉન્ડ વનની મેચો રમાઇ રહી છે, આવતીકાલથી સુપર 12 રાઉન્ડની શરૂઆત થવાની છે. આમાં પહેલી મેચ ગત ફાઇનાલિસ્ટ ટીમો એટલે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે રમાશે, આ પછી બે કટ્ટર હરિફો ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબર મેચ રમાશે. જોકે આ બધાની વચ્ચે પૂર્વ સ્ટાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસને એક મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. શેન વૉટસને હાર્દિક પંડ્યાને મોટો મેચ વિનર ગણાવી દીધો છે, તેની તાકાત પર શેન વૉટસને ફિદા થઇ ગયો છે અને હાર્દિક પંડ્યા સ્પેશ્યલ ક્રિકેટર છે એવુ નિવેદન આપી દીધુ છે.
ઉલ્લેખનીય છે કે પહેલો ટી20 વર્લ્ડકપ વર્ષ 2007માં રમાયો હતો, ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વાર ટી20 વર્લ્ડકપની ટ્રૉફી જીતી હતી. હવે તેની 8 એડિશન રમાઇ ચૂકી છે, પરંતુ ભારતીય ટીમ ક્યારેય વર્લ્ડકપ નથી જીતી શક્યુ. ખાસ વાત છે કે ભારત, પાકિસ્તાન સહિત કુલ 6 ટીમોએ અત્યાર સુધી ટી20 વર્લ્ડકપ જીત્યો છે. પરંતુ આ વખતના ટી20 વર્લ્ડકપ પહેલા શેન વૉટસને હાર્દિક પંડ્યાના ખુબ વખાણ કર્યા છે. વૉટસન અનુસાર હાર્દિક પંડ્યા એક ટેલેન્ટેડ ક્રિકેટર છે, ખાસ કરીને તે 40 કિમી પ્રતિ કલાકની સ્પીડથી બૉલિંગ કરે છે, તે ખરેખર અદભૂત છે અને તેની બેટિંગ હાર્ડ હિટિંગ વાળી છે. તે ગમે ત્યારે મેચનુ પાસુ પલટી નાંખવા માટે સક્ષમ છે.
શેન વૉટસને હાર્દિક પંડ્યાની બેટિંગની ફિનિશર હોવાની સાથે કહ્યું કે તે ગજબનો પાવર હીટર છે, તે ગમે તે પરિસ્થિતમાં સારી બેટિંગ કરી શકે છે. વૉટસને કહ્યું કે આઇપીએલમાં અમે જોયુ કે તે જે રીતે ક્રિકેટ રમે છે, તે વર્લ્ડકપમાં ભારતીય ટીમને ખુબ કામ આવી શકે છે. આથી કહ્યુ છું કે હાર્દિક પંડ્યા ભારતને એકલા હાથે ટી20 વર્લ્ડકપ જીતાડવાની તાકાત રાખે છે.
IND vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો 23 ઓક્ટોબરે કેવું રહેશે હવામાન
વરસાદ ભારત-પાકની રમત બગાડી શકે...
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડી શકે છે. મેલબોર્નમાં રવિવાર 23 ઓક્ટોબરે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે મેલબોર્નમાં વરસાદની 70 ટકા સંભાવના છે. આ સ્થિતિમાં બંને દેશોના ચાહકો નિરાશ થઈ શકે છે. જો કે, મેલબોર્નમાં વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી વરસાદનો સામનો કરી શકાય. જો તે દિવસે હળવો વરસાદ પડશે તો આ મેચ રમાઈ શકે છે.
જો મેચ વરસાદમાં ધોવાઇ જાય તો?
વિશ્વ કપના લીગ તબક્કાની મેચો માટે કોઈ અનામત દિવસ (Reserves day) નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ જાય તો બંને ટીમો પોતપોતાની વચ્ચે પોઈન્ટ શેર કરશે. એટલે કે આ મેચને રિ-શેડ્યુલ નહી કરી શકાય. તેથી ભારત અને પાકિસ્તાનને 1-1 મેચ પોઈન્ટ આપવામાં આવશે.