South Africa: સાઉથ આફ્રિકાએ જાહેર કરી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ, હેનરિક ક્લાસેન બહાર
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પણ એક નવી પહેલ શરૂ કરી છે. આ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં બે ખાસ બાબતો છે.

South Africa Central Contract players list: ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 2025-26 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરી છે. દક્ષિણ આફ્રિકાએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાં કુલ 18 ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. આશ્ચર્યજનક રીતે વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેનનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
Cricket South Africa (CSA) today announced the Proteas Men’s contracted squad for the 2025/26 season.
CSA has awarded 18 national contracts and two hybrid contracts, which will run from 01 June 2025 - 31 May 2026. ⁰
With the introduction of hybrid contracts, David Miller and… pic.twitter.com/n2hIQYpLW6— Proteas Men (@ProteasMenCSA) April 7, 2025
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ પણ એક નવી પહેલ શરૂ કરી છે. આ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં બે ખાસ બાબતો છે. પહેલું એ છે કે રાસી વાન ડેર ડુસેન અને ડેવિડ મિલર હાઇબ્રિડ કરાર પર હસ્તાક્ષર કરનારા પ્રથમ ખેલાડીઓ બન્યા છે. આ એક એવું મોડલ છે જેમાં ખેલાડીઓ ચોક્કસ શ્રેણી અને ICC ટુર્નામેન્ટમાં દેશ માટે રમવા માટે ઉપલબ્ધ હોય છે.
બીજી વાત એ છે કે નવી કોન્ટ્રાક્ટ યાદીમાં ત્રણ નવા ખેલાડીઓનો ઉમેરો થયો છે. આ સાથે એન્ડીલ ફેહલુકવાયો અને તબરેઝ શમ્સી જેવા સિનિયર ખેલાડીઓને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે. નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 જૂન 2025 થી 31 મે 2026 સુધીનો રહેશે.
નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકાએ હેનરિક ક્લાસેનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવાનું કારણ આપ્યું નથી. ક્લાસેન ઉપરાંત ઘણા અન્ય ખેલાડીઓ છે જેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આમાં કોર્બિન બોશ, મેથ્યુ બ્રીત્ઝકે, એન્ડીલ ફેહલુકવાયો અને તબરેઝ શમ્સી જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ 18 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કર્યા છે - ટેમ્બા બાવુમા, ડેવિડ બેડિંગહામ, નાન્દ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્ઝી, ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જોહ્ન્સન, કેશવ મહારાજ, ક્વેના મફાકા, એડેન માર્કરામ, વિઆન મુલ્ડર, સેનુરન મુથુસામી, લુંગી એનગિડી, કેગિસો રબાડા, રેયાન રિકેલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરિન, લિઝાદ વિલિયમ્સ.
હાઇબ્રિડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ - ડેવિડ મિલર અને રાસી વાન ડેર ડ્યુસેન

