શોધખોળ કરો

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Shivam Dube એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા નિકાહ, જુઓ ઈનસાઈડ તસવીરો

શિવમ દુબેએ નવેમ્બર 2019માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. શિવમે અત્યાર સુધીમાં 13 ટી-20 અને એક વન-ડે મેચ રમી છે.

ભારતીય ક્રિકેટર (Team India) અને ઇન્ડિયન પ્રીમિયર લીગની (Indian Premier League) ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ઓલરાઉન્ડર શિવમ દુબેએ (Shivam Dube) લગ્નના બંધનમાં બંધાયા હતા. તેણે પોતાની ગર્લફ્રેન્ડ અંજુમ ખાન (Anjum Khan) સાથે મુંબઇમાં લગ્ન કર્યા  હતા. શિવમ દુબેએ પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા પર આપી હતી. તેણે ટ્વિટર પર તસવીરો શેર કરતા લખ્યું કે-જસ્ટ મેરિડ 16-07-2021.

તસવીરો શિવમ દુબે પોતાની વાઇફ અંજુમ ખાનને વીંટી પહેરાવી રહ્યો છે. એક ફોટોમાં શિવમ અને અંજુમે દુઆ કરી રહ્યા છે. શિવમની પત્ની અંજુમ ખાન મુસ્લિમ છે. તેથી તેમણે મુસ્લિમ રિત રિવાજનું પાલન કરીને નિકાહ કર્યા છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Shivam Dube એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા નિકાહ, જુઓ ઈનસાઈડ તસવીરો

 શિવમ દુબે આઇપીએલ 2021માં (Indian Premier League 2021) રાજસ્થાન રોયલ્સની (Rajasthan Royals) ટીમનો હિસ્સો છે. શિવમે આઇપીએલમાં 21 મેચ રમી છે જેમાં તેણે 314 રન બનાવ્યા છે જ્યારે ચાર વિકેટ લીધી છે. શિવમ દુબેએ નવેમ્બર 2019માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ (International Cricket Debut) કર્યું હતું. શિવમે અત્યાર સુધીમાં 13 ટી-20 અને એક વન-ડે મેચ રમી છે. ટી-20માં તેણે 136.36ના સ્ટ્રાઇક રેટથી 105 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 54 રન છે. તેણે ડિસેમ્બર 2019માં આ સ્કોર બનાવ્યો હતો. તેણે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. શિવમ દુબએ ટી-20 ઈન્ટરનેશનલમાં પાંચ વિકેટ લીધી છે. તેમણે નવેમ્બર 2019માં નાગપુરમાં (Nagpur) બાંગ્લાદેશ (Bangladesh) સામે 30 રનમાં 3 વિકેટ લીધી હતી. જે તેનો સર્વશ્રેષ્ઠ બોલિંગ(Best Bowling) દેખાવ છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Shivam Dube એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા નિકાહ, જુઓ ઈનસાઈડ તસવીરો

શિવમ દુબે આઈપીએલ 2021માં રાજસ્થાન રોયલ્સની ટીમનો હિસ્સો છે. તેણે આઇપીએલ સસ્પેન્ડ થઈ ત્યાં સુધી 6 મેચ રમી હતી. જેમાં 117.88ના સ્ટ્રાઇક રેટથી 145 રન બનાવ્યા હતા. જોકે બોલિંગમાં તે ફ્લોપ રહ્યો હતો. આઈપીએલમાં શિવમ દુબેએ 21 મેચ રમી છે અને 314 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Shivam Dube એ ગર્લફ્રેન્ડ સાથે કર્યા નિકાહ, જુઓ ઈનસાઈડ તસવીરો

28 વર્ષીય શિવમ દુબે ડાબોડી બેટ્સમેન છે અને લાંબા છગ્ગા મારવા માટે જાણીતો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ તરફથી એક જ ઓવરમાં 5 છગ્ગા ફટકાર્યા હતા અને ત્યારથી લાઇમલાઇટમાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે તે એક નહીં બે વખત આવું કારનનામું કરી ચુક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ

Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli | MP ભરત સુતરિયા અને GST અધિકારી વચ્ચે થઈ રકઝક, સાંસદે અધિકારીઓને ખખડાવી નાંખ્યાHemang Raval:મેડિકલ માફિયા જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તરીકે વેબસાઈટ પર..હેમાંગ રાવલની મોટી માંગHun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં લંચ સુધી ભારતે ગુમાવી ચાર વિકેટ, કોહલી પાંચ રન કરી આઉટ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Adani case: આ વખતે કેમ બરાબર રીતે ફસાયા છે ગૌતમ અદાણી, હિંડનબર્ગ કરતા કેમ અલગ છે આ આરોપો

Health Tips: વૃદ્ધોને વારંવાર કેમ થાય છે ન્યુમોનિયા? આ ગંભીર ચેપના લક્ષણો અને બચાવની રીત

General Knowledge:  જો કોઈ પોલીસકર્મી પાસેથી પિસ્તોલ છીનવી લેવામાં આવે તો શું મળે છે સજા? આ કલમ હેઠળ નોંધાય છે કેસ

EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ

Embed widget