શોધખોળ કરો
Advertisement
Team India ના સ્ટાર ક્રિકેટરે કરી કબૂલાત, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા સચિનની સલાહ આવી કામમાં
કોહલીએ આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાનો શ્રેય ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આપ્યો છે. તેણે કહ્યું કે, માનસિક સ્વાસ્થ્યના વિષય પર તેંડુલકર સાથેની વાતચીતથી મને નવી દિશા મળી
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ૨૦૧૪માં ડીપ્રેશનનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડના પ્રવાસમાં રમાયેલી પાંચ ટેસ્ટની શ્રેણીમાં તે સરિયામ નિષ્ફળ ગયો હતો. આવો સતત પ્રત્યેક ઈનીંગનો ફ્લોપ શો મારી ઊંઘ હરામ કરી ગયો હતો.મેં દસ ઈનિંગમાં ૧૩ રનની સરેરાશથી રન બનાવ્યા હતા. દસ ઈનિંગમાં અનુક્રમે મેં ૧, ૮, ૨૫, ૦, ૩૯, ૨૮, ૦, ૭, ૬ અને ૨૦ એમ ૧૩૪ રન જ નોંધાવ્યા હતા. હું પોતે જ મારી નજરમાંથી ઉતરી ગયો હતો. રોજ સવાર પડે તે મારા માટે બોજ સમાન હતું. એવું નહતું કે હું એકલો પડી ગયો હતો. બીજા કોઈને ખ્યાલ ન આવે કે હું કેવી મનોસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છું. હું ટીમના ખેલાડીઓથી ઘેરાયેલો જ રહેતો છતાં મારી હતાશા સતત મારામાં વણાઈ ગઈ હતી. કોની સાથે દિલ ખોલીને વાત કરું જે મારી પીડા સમજી શકે તે સૌથી મોટી મૂંઝવણ હતી.
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડના કોમેંટેટર અને ભૂતપૂર્વ ખેલાડી માર્ક નિકોલ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "મેં આ વિશે સચિન સાથે વાત કરી હતી. તેમણે મને એ દિવસે સલાહ આપી હતી કે, આપણને નકારાત્મક લાગણીઓ સામે લડવાની જરૂર નથી. તમે આ પ્રકારની લાગણીઓને અવગણવાનું શીખવું પડશે. જો તમે આ નકારાત્મક લાગણીઓ સામે લડવાનો પ્રયાસ કરો છો અથવા તેમના વિશે વધુ વિચારો છો તો તે વધુ મજબુત થાય છે. તેમની સલાહ મને ઘણી મળી છે અને મને મુશ્કેલ સમય પણ મળ્યો છે.
હવે તેણે આ મુશ્કેલ સમયમાંથી બહાર નીકળવાનો શ્રેય ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આપ્યો છે. તેણે કહ્યું કે, માનસિક સ્વાસ્થ્યના વિષય પર તેંડુલકર સાથેની વાતચીતથી મને નવી દિશા મળી. કોવિડ 19ના કારણે ખેલાડીઓએ બાયો બબલમાં જ રહેવું પડે છે. તેથી ખેલાડીઓના માનસિક સ્વાસ્થ્ય વિશે ચર્ચા વધુ તીવ્ર બની છે. વિરાટ કોહલીનું માનવું છે કે ટીમ સાથે મેંટલ હેલ્થ એક્સપર્ટ હોવું જરૂરી છે.
સરકારે લીધો મોટો નિર્ણય, પાસપોર્ટ બનાવવા નહીં જરૂર પડે ઓરિજનલ ડોક્યુમેંટની જરૂર, શરૂ આ ખાસ સર્વિસ
Driving Tips: રાત્રે ડ્રાઇવ કરતી વખતે આ 5 ટિપ્સ રાખો ધ્યાનમાં, આસાન અને સુરક્ષિત રહેશે મુસાફરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion