Virender Sehwag Son: બાપ એવા બેટા! વીરેન્દ્ર સેહવાગના નામે છે 6 બેવડી સદી, હવે 17 વર્ષના પુત્રએ કર્યું અનોખું કારનામું
Virender Sehwag Son: ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગના પુત્રએ કૂચ બિહાર ટ્રોફી 2024માં દિલ્હી તરફથી રમતી વખતે બેવડી સદી ફટકારી છે.
Cooch Behar Trophy 2024 Virender Sehwag Son: આજકાલ ક્રિકેટ ખેલાડીઓ ટેસ્ટ મેચમાં પણ એવી રીતે બેટિંગ કરે છે કે જાણે તેઓ ટી-20 મેચ રમી રહ્યા હોય. પરંતુ લગભગ દોઢ દાયકા પહેલા ટેસ્ટ ક્રિકેટ એટલું સરળ નહોતું, છતાં ભારતીય વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ વિરોધી બોલરોને જોરદાર રીતે ફટકારતો હતો. હવે સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગે પણ પિતાની જેમ કમાલ કરી બતાવી છે. આર્યવીરે કૂચ બિહાર ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા બેવડી સદી ફટકારી છે.
આર્યવીરે 21 નવેમ્બરે મેઘાલય સામેની મેચમાં બેવડી સદી ફટકારી
આર્યવીરે 21 નવેમ્બરે મેઘાલય સામેની મેચમાં બેવડી સદી ફટકારી છે. તેણે માત્ર 229 બોલમાં તેની બેવડી સદી પૂરી કરી હતી અને બીજા દિવસની રમતના અંત સુધી તે 200 રન બનાવીને અણનમ રહ્યો હતો. પોતાની ઈનિંગમાં 34 ચોગ્ગા મારવા ઉપરાંત તેણે 2 સિક્સર પણ ફટકારી હતી અને તેનો સ્ટ્રાઈક રેટ 87.34 હતો. આ પહેલીવાર છે જ્યારે વીરેન્દ્ર સેહવાગનો દીકરો કૂચ બિહાર ટ્રોફીમાં રમી રહ્યો છે અને આ તેની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પ્રથમ સદી પણ છે.
17 વર્ષના આર્યવીરે આ મેચમાં અર્ણવ બગ્ગા સાથે 180 રનની ભાગીદારી કરી હતી. અર્ણવે 114 રનની સદીની ઇનિંગ રમી હતી. તેણે ધન્ય નાકરા સાથે 188 રનની ભાગીદારી કરી છે. ધન્ય જે અણનમ 98 રન બનાવ્યા પછી પણ ક્રિઝ પર છે. દિગ્ગજ ક્રિકેટરનો પુત્ર વિનુ માંકડ ટ્રોફી મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને ચર્ચામાં રહી ચૂક્યો છે. તે ટુર્નામેન્ટમાં, તેણે 49 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી અને તેની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
વિરેન્દ્ર સેહવાગ તેની વિસ્ફોટક બેટિંગ શૈલી માટે જાણીતો હતો
વિરેન્દ્ર સેહવાગ તેની વિસ્ફોટક બેટિંગ શૈલી માટે જાણીતો હતો. તેણે તેની કારકિર્દીમાં ભારત માટે 104 ટેસ્ટ મેચ રમી, જેમાં તેના નામે એક કે બે નહીં પરંતુ 6 બેવડી સદી છે. સેહવાગે લાંબા ફોર્મેટમાં 8,586 રન બનાવ્યા અને 6 બેવડી સદી ઉપરાંત તેણે 23 સદીની ઇનિંગ્સ પણ રમી. સેહવાગ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન પણ છે. તેણે 91 સિક્સર ફટકારી હતી, પરંતુ રોહિત શર્મા તેનાથી 3 હિટ દૂર છે.
આ પણ વાંચો: