શોધખોળ કરો

Women's U19 T20 WC 2023: સેમીફાઇનલમાં ભારતને મળશે ટક્કર, એક પણ મેચ નથી હારી ન્યૂઝીલેન્ડની ટીમ

શેફાલી વર્માની કેપ્ટનશીપ હેઠળની અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે.

U-19 T20 World Cup Semi-final 2023: શેફાલી વર્માની કેપ્ટનશીપ હેઠળની અંડર-19 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. ટીમ ઈન્ડિયાએ સુપર સિક્સમાં કરો યા મરો મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ પહેલા ભારતીય ટીમ સુપર સિક્સની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. હવે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 27 જાન્યુઆરીએ રમાશે. આ સેમીફાઇનલ મેચમાં જોરદાર સ્પર્ધા થવાની સંભાવના છે.

આ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડની ટીમ અજેય છે

અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ અત્યાર સુધી અજેય રહી છે. તે ગ્રુપ મેચથી લઈને સુપર સિક્સ સુધીની તમામ મેચો જીતવામાં સફળ રહી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે ગ્રુપ મેચોમાં ઈન્ડોનેશિયા, આયરલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમોને હરાવી હતી, જ્યારે આ ટીમે સુપર સિક્સમાં રવાન્ડા અને પાકિસ્તાનને હરાવ્યા હતા. આ રીતે ન્યૂઝીલેન્ડની ટીમે અંડર-19 T20 મહિલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં કિવી ટીમ સામે સેમીફાઇનલમાં ભારતનો રસ્તો સરળ નહી હોય.

વર્લ્ડકપમાં આવું રહ્યુ ભારતીય ટીમનું પ્રદર્શન

અંડર-19 મહિલા T20 વર્લ્ડકપ 2023માં પણ ભારતનું પ્રદર્શન સારું રહ્યું છે. ભારતની ટીમ ગ્રુપ-ડીમાં હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત અને સ્કોટલેન્ડને હરાવ્યું હતું. આ પછી ભારતને સુપર સિક્સની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવીને જોરદાર વાપસી કરી અને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

Womens IPL Bidders:: અદાણીએ ખરીદી અમદાવાદની વુમન્સ પ્રીમિયર લીગની ટીમ

Womens IPL Bidders : પુરૂષ ખેલાડીઓની માફક જ મહિલાઓ માટે પણ આઈપીએલનો શરૂઆત કરવામાં આવી છે. ભારતમાં થનારી આ વુમન્સ આઇપીએલ માટે પાંચ ફ્રેંચાઈઝી બનાવવામાં આવી છે. તેમાં અમદાવાદની ક્રિકેટ ટીમ જાણીતા બ્રિઝનેસ હાઉસ અદાણી દ્વારા ખરીદવામાં આવી છે. 

મહિલા ઈન્ડિયન પ્રીમિયર લીગનું નામ બદલી દેવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું હતું કે, તેનું નામ વુમન્સ પ્રીમિયર લીગ રાખવામાં આવ્યું છે. આમાં કુલ 5 ટીમો રમશે. જેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી કંપનીઓએ દાવ લગાવ્યો હતો. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી લીધી છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બેંગ્લોરની ટીમ ખરીદી લીધી છે. કંપનીઓએ આ ટીમો માટે મોટી રકમ ચૂકવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget