આ જુલાઈમાં હરભજન સિંહ 38 વર્ષનો થશે અને તેની અસર તેની ક્રિકેટ પર પણ જોવા મળી રહી છે. ભજ્જીએ ભારતીય ક્રિકેટ ટીમ, મુંબઈ ઇન્ડિયન્સ માટે ઘણું બધું કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2018 માટે ચેન્નઈ સુપર કિંગ્સે તેને ખરીદ્યો છે. અત્યાર સુધી પાંચ મેચોમાં તે માત્ર ત્રણ વિકેટ લઈ શક્યો છે, જેમાં તેનો ઇકોનોમી રેટ લગભગ 9 રન પ્રતિ ઓવર છે.
2/5
નવી દિલ્હીઃ આઈપીએલમાં અનેક મોટી ઉંમરના ખેલાડીઓ રમી રહ્યા છે. 38 વર્ષના ક્રિસ ગેલે તો પોતાની બેટિંગના જોરે દર્શકોને ખૂબ પ્રેમ મેળવ્યો છે, પરંતુ 35 પાર કરી ગયેલ કેટલાક ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા છે. એવામાં આપીએલમાં આ ખેલાડીઓ માટે આગળનો સમય મુશ્કેલ સાબિત થઈ શકે છે. જાણો ક્યા ક્યા દિગ્ગજ ખેલાડી આ યાદીમાં સામેલ છે....
3/5
36 વર્ષનો બ્રેન્ડન મેકલમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે પ્રોફેશનલ ટ્વેન્ટી 20 લીગ જ રમે છે. જોકે આ વખતે મેકલમ કંઈ ખાસ કરી શક્યો નથી. RCB માટે રમી રહેલો મેકલમ આ વખતે અત્યાર સુધીમાં 3 મેચમાં માત્ર 47 રન જ બનાવી શક્યો છે. આ 47 રનમાંથી એક વાર તે 43 રનની ઇનિંગ રમ્યો હતો, પરંતુ બાકી બે મેચોમાં તે ફ્લૉપ રહ્યો છે. ત્રણ મેચ બાદ RCBએ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરી દીધો છે.
4/5
આઈપીએલ 2018માં ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં ટીમ છમાંથી પાંચ મેચ હારી ગઈ અને ત્યાર બાદ તેણે કેપ્ટનશિપ છોડી દીધી. ગંભીરે આ આઈપીએલની સીઝનમાં છ મેચોમાં 17 રન પ્રતિ મેચની એવરેજથી કુલ 85 રન બનાવ્યા છે. ગંભીર કહી પણ ચૂક્યો છે કે, આ આઈપીએલ સિઝન બાદ તે તેની કરિયર અંગે નિર્ણય લેશે.
5/5
કિંગ્સ ઇલેવન પંજાબે યુવરાજને બે કરોડ રૂપિયાની બેસ પ્રાઇસમાં ખરીદ્યો હતો. અત્યાર સુધીમાં છ મેચોમાં તેણે કુલ 50 રન બનાવ્યા છે, એટલે કે દરેક મેચમાં એવરેજ લગભગ 12 રન. તેણે બોલિંગ પણ કરી હતી, જેમાં તેણે 23 રન આપ્યા હતા, પરંતુ કોઈ વિકેટ મળી નહોતી. યુવરાજ વધુ એક વર્ષ રમવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે.