શોધખોળ કરો
Advertisement
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ વિશે જાણો આ ખાસ વિગતો
મેચ બપોરે 1.00 વાગ્યે શરૂ થશે અને 8.00 વાગ્યે સમાપ્ત થશે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા પ્રથમ વખત ડે નાઈટ ટેસ્ટ રમવા જઈ રહી છે. બાંગ્લાદેશ વિરૂદ્ધ રમાવા જઈ રહેલ બે ટેસ્ટની સીરીઝની બીજ મેચ કોલકાતાના ઈડન ગાર્ડનમાં ડે નાઈટમાં રમાશે. આઈસીસીએ ટેસ્ટ ક્રિકેટને રોમાંચક બનાવવા માટે વર્ષ 2012માં ડે નાઈટ ટેસ્ટની મંજૂરી આપી હતી. સાત વર્ષ બાદ ભારતીય ટીમ ગુલાબી બોલ સાથે રમવા માટે 22 નવેમ્બરે ઇડન ગાર્ડનના મેદાન પર ઉતરશે. નવેમ્બર 2015માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ રમાઈ હતી અને ભારત તેના ચાર વર્ષ બાદ પોતાની પ્રથમ ટેસ્ટ રમશે. આ ગુલીબ બોલથી રમાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ પહેલા આવો જાણીએ ડે નાઈટ મેચના કેટલાક ટ્વિટ્સ વિશે, જે આ રતમને વધારે રોમાંચક બનાવશે.
– ભારત અને બાંગ્લાદેશ પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ રમશે જે ટેસ્ટ ક્રિકેટની 12મી ડે-નાઈટ ટેસ્ટ હશે.
– મેચ બપોરે 1.00 વાગ્યે શરૂ થશે અને 8.00 વાગ્યે સમાપ્ત થશે.
– મેચમાં પ્રથમ બ્રેક બપોરે 3.00 વાગ્યે હશે અને બીજુ સેશન બપોરે 3.40 વાગ્યે શરૂ થશે. બીજો બ્રેક 5.40 વાગ્યે હશે અને અંતિમ સત્ર સાંજે 6.00 વાગ્યે શરૂ થશે.
– મેચમાં એસજીનો ગુલાબી બોલ ઉપયોગમાં લેવાશે. બીસીસીઆઈએ આ માટે એસજીને 72 ગુલાબી બોલનો ઓર્ડર આપ્યો છ.
– આર્મીના પેરાટ્રુપર્સ ઈડન ગાર્ડન્સમાં ઉડશે અને કેપ્ટન વિરાટ કોહલી અને મોમિનુલ હકને ટોસ અગાઉ પિન્ક બોલ સોંપશે.
– સ્ટેડિયમની નજીક એક વિશાળ પિન્ક બલૂન રહેશે જે મેચના અંત સુધી ત્યાં જોવા મળશે.
– શહિદ મિનાર અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (કેએમસી)ના કેટલાક પાર્કમાં પિન્ક લાઈટ કરવામાં આવશે.
– આ ડે-નાઈટ ટેસ્ટ માટે પિન્કુ અને ટિન્કુ બે સત્તાવાર મેસ્કોટ રહેશે.
– મેચના પ્રથમ ત્રણ દિવસ માટે કુલ 65,000 ટિકિટો વેચાઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion