શોધખોળ કરો
Advertisement
ભારત- ન્યૂઝીલેન્ડ XI પ્રેક્ટિસ મેચ ડ્રો, મયંક અગ્રવાલ, રિષભ પંતની ફિફ્ટી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ રમાશે.
ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝીલેન્ડ ઈલેવન વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચ ડ્રો ગઈ હતી. મેચના ત્રીજા અને અંતિમ દિવસે ભારતે 4 વિકેટના નુકસાન પર 252 રન કર્યા ત્યારે મેચ ડ્રો જાહેર કરાઈ હતી. મયંક અગ્રવાલ 99 બોલમાં 81 રન બનાવી રિટાયર્ડ થયો હતો. રિષભ પંતે 65 બોલમાં 70 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉએ 39 રનનું યોગદાન આપ્યું હતું
રિદ્ધી માન સાહા અને રવિચંદ્રન અશ્વિન 16 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. શુભમન ગિલ બીજી ઈનિંગમાં પણ નિષ્ફળ ગયો હતો. તેણે માત્ર 8 રન બનાવ્યા હતા.
ભારત અને ન્યૂઝીલેન્ડ ઇલેવન વચ્ચે રમાઇ રહેલી પ્રેક્ટિસ મેચના બીજા દિવસે ભારતીય બોલરો ઝળક્યા હતા. પ્રથમ દિવસે ભારત 263 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી પૂજારાએ 93 અને હનુમા વિહારીએ 101 રન બનાવ્યા હતા. આ સિવાય કોઇપણ ભારતીય બેટ્સમેનો મોટી ઈનિંગ રમી શક્યા નહોતા. પૃથ્વી શૉ, શુભમન ગિલ, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન તો ખાતું પણ ખોલી શક્યા નહોતા.Match drawn!
The players shake hands as India wrap up Day 3 with 252/4 runs in the second innings of the three-day practice game. — BCCI (@BCCI) February 16, 2020
ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ભારતના ફાસ્ટ બોલર્સ ઝળક્યા હતા અને 235 રનમાં ઓલાઉટ કરી 28 રનની મહત્વપૂર્ણ લીડ લીધી હતી. મોહમ્મદ શમીએ 17 રનમાં 3, બુમરાહે 18 રનમાં 2, ઉમેશ યાદવે 49 રનમાં 2 અને નવદીપ સૈનીએ 58 રનમાં 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને 46 રનમાં 1 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ભારતીય ઓપનરોએ શાનદાર શરૂઆત કરી હતી. દિવસના અંતે 7 ઓવરમાં વિના વિકેટે 59 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉ 35 અને મયંક અગ્રવાલ 23 રન રમતમાં હતા. વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયાની હારનું મુખ્યકારણ ફાસ્ટ બોલર્સની નિષ્ફળતા હતી. ભારતીય બોલર્સે વન ડે સીરિઝ દરમિયાન 114.60ની સરેરાશથી રન આપ્યા હતા. જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ શમી, નવદીપ સૈનીએ મળીને વન ડે સીરિઝમાં 85.2 ઓવર ફેંકી હતી માત્ર 5 વિકેટ જ લીધી હતી. શાર્દુલને 4 અને શમીને 1 સફળતા મળી હતી. જ્યારે જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની વિકેટ ઝડપી શકયા નહોતા. જેની સામે ન્યૂઝીલેન્ડના પેસર્સે મળીને 18 વિકેટ લીધી હતી અને તેમની એવરેજ પણ 41ની રહી હતી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 21 ફેબ્રુઆરીએ રમાશે. મોદી-ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કયા દિગ્ગજ કલાકાર લોકોનું કરશે મનોરંજન ? કયા ક્રિકેટરો રહેશે હાજર ? જાણો વિગત IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે, જાણો કયારથી શરૂ થશે ટુર્નામેન્ટ કેજરીવાલ દિલ્હીના CM તરીકે ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે, 6 મંત્રીઓ પણ લેશે શપથA good 50-run partnership between the openers @mayankcricket & @PrithviShaw as India finish Day 2 on 59/0, lead NZ XI (235) by 87 runs. pic.twitter.com/Ap0s9D09Lr
— BCCI (@BCCI) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion