આડીઅવળી બૉલિંગ કરનારા હર્ષલને કયા વિદેશી બેટ્સમેને સમજાવ્યો ને પછી બૉલિંગમાં આવી ગઇ ધાર, જાણો કઇ રીતે થયો સફળ.........
મેચ બાદ હર્ષલે બધાને ચોંકાવતા કહ્યું કે, તે ટેલેન્ટેડ નથી. તેની ધારદાર બૉલિંગ પાછળ દક્ષિણ આફ્રિકાના મિસ્ટર 360 આક્રમક બેટ્સમેન એબી ડિવિલિયર્સનો મોટો ફાળો છે.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રાંચીમાં રમાયેલી બીજી ટી20માં એકતરફી જીત બાદ ટીમ ઇન્ડિયા સીરીઝ પર કબજો જમાવી દીધો છે. બીજી ટી20માં આક્રમક અને શાનદાર બૉલિંગના કારણે ગુજરાતી બૉલર હર્ષલ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ મેચમાં મળેલી આ મોટી ઉપલબ્ધિ બાદ હર્ષલ પટેલે પોતાની સફળતાનુ રાજ ખોલ્યુ હતુ. તેને આનો શ્રેય સાઉથ આફ્રિકન તોફાની બેટ્સમેન એબી ડિવિલિયર્સને આપ્યો હતો. મેચ બાદ હર્ષલે એબી ડિવિલિયર્સને ખુબ વખાણ કર્યા હતા.
મેચ બાદ હર્ષલે બધાને ચોંકાવતા કહ્યું કે, તે ટેલેન્ટેડ નથી. તેની ધારદાર બૉલિંગ પાછળ દક્ષિણ આફ્રિકાના મિસ્ટર 360 આક્રમક બેટ્સમેન એબી ડિવિલિયર્સનો મોટો ફાળો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સદી ફટકારનારા એબીને તેને શ્રેય આપ્યા હતો.
હર્ષલે કહ્યું- હુ ટેલેન્ટેડ નથી, ડિવિલિર્સની સલાહે બધુ બદલી નાંખ્યુ, હર્ષલને મેન ઓફ ધ મેન જીતવા પર ખુશી દર્શાવતા કહ્યું- તમે આનાથી સારી શરૂઆત નથી માંગી શકતા. મારી પ્રક્રિયા ધીમી રહી છે. હું એટલો ટેલેન્ટેડ નથી પરંતુ હું ભૂલોમાંથી શીખ્યો છું. ભૂલ કર્યા બાદ મને ખબર પડી કે હું શુ કરી શકુ છું અને શું નહીં. મારી યાત્રા શાનદાર રહી છે, મને ઘણા બધા પાસેથી શીખવા મળ્યુ.
ડિલિવિયર્સ અંગે કહ્યું કે, આઇપીએલ 2021 શરૂ થવાના પહેલા મે એબી ડિવિલિયર્સ સાથે વાતચીત કરી હતી. ડિવિલિયર્સે મને સલાહ આપી કે બેટ્સમેનોને તેમના સારા બૉલ પર શૉટ મારવા દો, ત્યાંથી જ તને વિકેટ મળશે. ડિવિલિયર્સે કહ્યું બૉલર સારા બૉલ પર બાઉન્ડ્રી લાગ્યા બાદ તે પોતાની લાઇન લેન્થ બદલે છે, અને આ જ તેની ભૂલ છે, તમારે બેટ્સમેનને ખરાબ નહીં સારા બૉલ પર શૉટ મારવાનુ આમંત્રણ આપવાનુ છે, અને ત્યાંથી વિકેટ મળી શકે છે.