આ સેન્ચુરીની સાથે વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે સેન્ચુરી બનાવનાર ખેલાડીની યાદીમાં ચોથા ક્રમ પર આવી ગયો છે. આ યાદીમાં સચિન તેંડુલકર (51), રાહુલ દ્રવિડ (36), સુનીલ ગવસક્ર (34) તેનીથા આગળ છે. વિરાટ ટેસ્ટ સેન્ચુરી મામલે વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી શક્યા છે. સેહવાગના નામે 24 ટેસ્ટ સેન્ચુરી છે.
2/5
ઉપરાંત વિરાટ કોહલીએ ભારતીય જમીન પર 3000 રન પૂરા કર્યા છે. તેણે ભારતીય જમીન પર સૌથી ઝડપી 3000 રન બનાવવાના મામલે ચેતેશ્વર પુજારાની બરાબરી કરી છે. પુજારાએ 53 ટેસ્ટ ઇનિંગમાં આ કારનામું કર્યું હતું. વિરાટે પણ 53મી ટેસ્ટ ઇનિંગમાં 3000 ટેસ્ટ રન પૂરા કર્યા છે. આ યાદીમાં ત્રીજા ક્રમ પર સચિન છે જેણે 55 ઇનિંગમાં 3000 રન બનાવ્યા હતા. જ્યારે ચોથા ક્રમ પર 56 ઇનિંગ સાથે અઝહરુદ્દીન છે.
3/5
આ વિરાટની 59મી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી છે. જેમાં 30 કેપ્ટન તરીકે અને 29 ખેલાડી તરીકે ફટકારી છે. વિરાટે કેપ્ટન તરીકે 134 ઇનિંગમાં 30 સેન્ચુરી અને ખેલાડી તરીકે 250 ઇનિંગમાં 29 સેન્ચુરી ફટાકરી છે.
4/5
વિરાટ કોહલીએ સૌથી ઝડપી 24 ટેસ્ટ સેન્ચુરી ફટકારવાના મામલે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. વિરાટે 123મી ટેસ્ટ ઇનિંગમાં 24મી ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. જ્યારે સચિને 125મી ટેસ્ટ ઇનિંગમાં 24મી સેન્ચુરી ફટકારી હતી. આ બન્ને પહેલા સરન ડોન બ્રેડમેન છે. જેણે 66ની ટેસ્ટ ઇનિંગમાં 24મી સેન્ચુરી ફટકારી હતી. આ રીતે વિરાટ સૌથી ઝડપી 24 ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયા છે.
5/5
રાજકોટઃ વિરાટ કોહલીએ શુક્રવારે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રાજકોટમાં રમાયેલ ટેસ્ટ મેચના બીજા દિવસે વિરાટ કોહલીએ ટેક્ટ કારકિર્દીની 24મી સેન્ચુરી ફટકારી. વિરાટે તેની સાથે જ 184 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. આ સેન્ચુરીની સાથે વિરાટે ફરી એક વખત અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. આવો એક નજર કરીએ આ રેકોર્ડ્સ પર...