IPL 2022 Point Table: KKR ની જીત બાદ પોઇન્ટ્સ ટેબલમાં થયો મોટો ઉલટફેર, પ્લેઓફની રેસ બની રોમાંચક
IPL 2022 સીઝનની 56મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 52 રનના વિશાળ અંતરથી હરાવ્યું.
IPL 2022, MI vs KKR: IPL 2022 સીઝનની 56મી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 52 રનના વિશાળ અંતરથી હરાવ્યું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા. 166 રનના લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સ (MI) માત્ર 113 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સિઝનમાં અત્યાર સુધીની 11 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની આ 9મી હાર છે. આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે.
કોલકાતાની પ્લેઓફમાં પહોંચવાની આશા અકબંધ
મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના 10 પોઈન્ટ્સ થઈ ગયા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ અત્યાર સુધી 12 મેચ રમી છે. આ 12 મેચોમાં 5 જીતી છે જ્યારે 7 મેચ હારી છે. લખનઉ સુપર જોઈન્ટ્સ (એલએસજી) અને ગુજરાત ટાઇટન્સ (જીટી)ના 16-16 પોઈન્ટ છે. પરંતુ સારા નેટ રન રેટને કારણે લખનઉ સુપર જોઈન્ટ્સ (એલએસજી) ટોચ પર છે. જ્યારે હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ (જીટી) બીજા નંબરે છે. બંને ટીમો માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે.
રાજસ્થાન રોયલ્સ (RR)ની ટીમ 14 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. અત્યાર સુધીમાં 11 મેચોમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 7 જીત મળી છે, જ્યારે 4માં હાર મળી છે. આ સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પણ 14 પોઈન્ટ છે. પરંતુ સારા નેટ રન રેટને કારણે રાજસ્થાન રોયલ્સ (RR) પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. દિલ્હી કેપિટલ્સ (DC) એ 11 મેચમાં 5 જીત અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. આ રીતે દિલ્હી કેપિટલ્સ (DC) 10 પોઈન્ટ સાથે 5માં નંબરે છે. મુંબઈ ઈન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં તળિયે છે.